ભચાઉ પોલીસની મોટી કાર્યવાહી: વોંધ ગામેથી જુગાર રમતા ૫ શખ્સો ઝડપાયા

ભચાઉ પોલીસની મોટી કાર્યવાહી: વોંધ ગામેથી જુગાર રમતા ૫ શખ્સો ઝડપાયા
ભચાઉ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે વોંધ ગામ પાસે ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા ૫ આરોપીઓને મુદ્દામાલ સાથે રંગેહાથ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
👥 પકડાયેલ આરોપીઓ:
૧. માનસંગભાઈ છગનભાઈ કોલી (ઉ.વ. ૪૦)
૨. કાનાભાઈ છગનભાઈ કોલી (ઉ.વ. ૨૬)
૩. જીતુ અરજણભાઈ કોલી (ઉ.વ. ૩૦)
૪. અનવર ઈબ્રાહીમ કુંભાર (ઉ.વ. ૩૨)
૫. અકબર ફકીર મામદ ખલીફા (ઉ.વ. ૩૧)
(તમામ રહે. મહારાષ્ટ્ર કોલોની, વોંધ, તા. ભચાઉ)
💸 કબ્જે કરેલ મુદ્દામાલ:
- રોકડા રૂપિયા: ૧૫,૧૫૦/-
- મોબાઈલ ફોન: ૦૫ (કિંમત રૂ. ૧૭,૦૦૦/-)
- કુલ મુદ્દામાલ: રૂ. ૩૧,૧૫૦/-
પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ અધિક્ષક સાગર બાગમાર સર અને ભચાઉ ડીવાયએસપી સાગર સાંબડા સરના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ ઇન્સપેક્ટર તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવી છે.