ભુજના સ્મૃતિવન પાસે કારની ટક્કર, વૃદ્ધા ગંભીર રીતે ઇજાગ્રસ્ત

image-163

ભુજના સ્મૃતિવન નજીક રોડ ક્રોસ કરતી વખતે એક વૃદ્ધાને કારની ટક્કર વાગતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

સ્થાનિકોમાંથી મળતી માહિતી મુજબ અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્ત વૃદ્ધાને વધુ સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.