અષાઢી બીજનાં આયોજીત “સાંસદ કચ્છ કાર્નિવલ” નિમિતે વિવિધ સમિતિઓ ની બેઠક અનેકાર્યક્રમને ઓપ અપાયો – સાંસદ વિનોદભાઈ ચાવડા.

દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી કચ્છી નવું વર્ષ અષાઢી
બીજની ભવ્ય ઉજવણી નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવના કાંઠે કચ્છ લોકસભા તથા સમાજ નવ
નિર્માણ ટ્રસ્ટ-ભુજ દ્વારા આયોજિત “સાંસદ કચ્છ કાર્નિવલ – 2026” અંતર્ગત કચ્છ લોકસભાના સાંસદ શ્રી
વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને કે.ડી.સી.સી બેંક, ભુજ ખાતે આયોજનના ભાગરૂપે કાર્નિવલમાં ભાગ લીધેલ
વિવિધ શાળા, સંસ્થા અને મંડળો સાથે તેમજ કાર્નિવલ માટે બનાવવામાં આવેલ વિવિધ સમિતિના સભ્યો સાથે
બેઠક યોજાઇ હતી..
આ બેઠકમાં ભાગ લેનાર શાળા, સંસ્થા અને મંડળોના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આ
બેઠકમાં જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી હિતેશભાઈ ખંડોલ, ભુજ શહેર ભાજપ પ્રમુખ શ્રી મિત ઠક્કર, ભુજ
નગરપાલિકાના પ્રમુખ શ્રી શીતલભાઈ શાહ, કારોબારી ચેરમેન શ્રી કમલભાઈ ગઢવી, શ્રી રીતેનભાઈ ગોર વિગેરે
ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત “સાંસદ કચ્છ કાર્નિવલ ૨૦૨૬” સમિતિઓ જેમાં કાર્યક્રમ ઇન્ચાર્જ સમિતિ, સ્ટેજ
પ્રોટોકોલ વ્યવસ્થા સમિતિ, સ્ટેજ સ્વાગત સમિતિ, મંડપ – લાઈટ અને સાઉન્ડ સમિતિ, ડેકોરેશન સમિતિ, ઇનામ
અને મોમેન્ટો સમિતિ, પાસ વિતરણ સમિતિ, નિર્ણાયક સમિતિ, કૃતિ સમિતિ, પાર્કિંગ વ્યવસ્થા સમિતિ, પોલીસ
અને સિક્યુરીટી સમિતિ, એમ્યુલન્સ અને ફાયર સમિતિ, લીગલ પરમીશન સમિતિ, પીવાના પાણીની સમિતિ, ફૂડ
કીટ સમિતિ, મીડિયા વિભાગ સમિતિ, સોસીયલ મીડિયા અને ઇન્ફ્લુએન્સર સમિતિ, બેઠક વ્યવસ્થા સમિતિ, બેનર
અને પ્રિન્ટિંગ સમિતિ, કલાકાર સમિતિ, ફોટોગ્રાફી – એલ.ઈ.ડી. અને લાઇવ સમિતિ, ટેકનીકલ વિભાગ સમિતિ,
જીલ્લા પાસ વિતરણ અને આમંત્રણ સમિતિ ના હોદેદારો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.