સમાજની એકતા, શિક્ષણ અને યુવા સશક્તિકરણ માટે અખિલ કચ્છ સમેજા થેબા સમાજ મુન્દ્રા તાલુકા શહેર સમિતિનું ભવ્ય સ્નેહમિલન યોજાયુ

અખિલ કચ્છ સમેજા થેબા સમાજ મુન્દ્રા તાલુકા અને મુન્દ્રા શહેર સમિતિ દ્વારા સમાજમાં એકતા, ભાઈચારો અને પરસ્પર પ્રેમની ભાવના વધુ મજબૂત બને તે હેતુથી ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત મૌલાના અલીફ નક્સબંધી સાહેબ દ્વારા પવિત્ર કુરઆન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી. ત્યારબાદ સમાજના આગેવાનો અને ઉપસ્થિત મહાનુભાવોએ સમાજના સંગઠન, શિક્ષણ, યુવા વિકાસ અને સમાજસેવા જેવા વિવિધ વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન અખિલ કચ્છ સમેજા થેબા સમાજના જિલ્લા પ્રમુખ સાયેબ અબ્દુલ શાહિદ સમેજાએ સમાજના સર્વાંગી વિકાસ માટે સરકારશ્રીની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા સમાજબંધુઓને અનુરોધ કર્યો હતો. તેમણે સમાજની પ્રગતિમાં અવરોધરૂપ બનતી ખૂટતી કડીઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું તેમજ શિક્ષણ, સંગઠન અને સરકારી યોજનાઓનો અસરકારક લાભ લઈ સમાજને આત્મનિર્ભર અને પ્રગતિશીલ બનાવવા સૌને હાકલ કરી હતી.
મૌલાના અલીફ નક્સબંધી સાહેબે પોતાના ઉદ્બોધનમાં સમાજમાં ભાઈચારો, એકતા અને પરસ્પર પ્રેમની ભાવના વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે દીની અને દુનિયાવી બંને પ્રકારના જ્ઞાન અને શિક્ષણને જીવનમાં સમાન મહત્વનું ગણાવી નવી પેઢીને સારા સંસ્કાર, ઉચ્ચ શિક્ષણ અને નૈતિક મૂલ્યો સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી.
સમાજના શિક્ષિત અને સક્રિય સભ્ય અબ્દુલ વહાબ સાહેબે શિક્ષણના મહત્વ અંગે પ્રેરણાદાયી ઉદ્બોધન આપતાં જણાવ્યું હતું કે, “શિક્ષણ જ સમાજની પ્રગતિની સાચી ચાવી છે.” તેમણે સમાજના દરેક પરિવારને પોતાના સંતાનોને ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ અપાવવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે શિક્ષણ જ વ્યક્તિને દુનિયા અને આખીરત બંનેમાં સફળતા, સન્માન અને ઉજ્જવળ ભવિષ્ય અપાવી શકે છે.
કાર્યક્રમમાં સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે, યુવાનોને ઉચ્ચ શિક્ષણ, રોજગાર અને કારકિર્દી માટે યોગ્ય માર્ગદર્શન મળે, સમાજમાં સેવા અને સંગઠનની ભાવના મજબૂત બને તેમજ નવી પેઢી સમાજના વિકાસમાં સક્રિય ભાગ ભજવે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે આગામી સમયમાં શૈક્ષણિક સન્માન સમારોહ, કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, બ્લડ ડોનેશન કેમ્પ, આરોગ્ય તપાસ કેમ્પ, રમતગમત સ્પર્ધાઓ, મહિલા સશક્તિકરણ કાર્યક્રમો તેમજ યુવાનોને જોડતા વિવિધ સમાજોપયોગી કાર્યક્રમો યોજવાનો સર્વાનુમતે સંકલ્પ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં અખિલ કચ્છ સમેજા થેબા સમાજના જિલ્લા પ્રમુખ સાયેબ અબ્દુલ શાહિદ સમેજા, અબ્દુલ વહાબ સાહેબ, મૌલાના અલીફ નક્સબંધી સાહેબ, હાજી સલામ સમેજા (ભુજ તાલુકા પ્રમુખ), સલીમ સમેજા (અંજાર તાલુકા પ્રમુખ), લાલાભાઈ સમેજા, ઇબ્રાહીમ સમેજા (ભુજ તાલુકા મહામંત્રી), રફીક થેબા (ભુજ તાલુકા મહામંત્રી), અશરફ સમેજા (સંગઠન મંત્રી), અબ્દુલ કરીમ સમેજા (સહમંત્રી), ઇબ્રાહીમ જાકબ થેબા (ઉપપ્રમુખ), સુલેમાન ઇસ્માઇલભાઈ થેબા (મંત્રી), ઇકબાલભાઈ સમેજા (જિલ્લા સમિતિ સભ્ય), ઝહીર સમેજા (ભુજ શહેર મંત્રી), રહીમભાઈ સમેજા તથા અનવરભાઈ સમેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
મુન્દ્રા તાલુકા સમિતિના પ્રમુખ હાજી ઇસાકભાઈ સમેજા, ઉપપ્રમુખ હુસેન સુલતાનભાઈ સાડાઉં, ઉપપ્રમુખ અકબરભાઈ સમેજા, મહામંત્રી ઇમરાનભાઈ સમેજા (ભુજપર), મહામંત્રી અબ્દુલભાઈ સમેજા, મહામંત્રી ઇમરાનભાઈ સમેજા (ડેસલપર), સંગઠન મંત્રી અકરમભાઈ સમેજા, મંત્રી ઝાકીરભાઈ થેબા, મંત્રી ફિરોઝ (કેસ)ભાઈ સમેજા, સભ્ય ઇકબાલભાઈ સમેજા, સભ્ય ઇમરાનભાઈ સમેજા, સભ્ય ફરહાનભાઈ સમેજા તથા જનરલ સેક્રેટરી સબાબભાઈ સમેજા ઉપસ્થિત રહ્યા હતા.
મુન્દ્રા શહેર સમિતિના પ્રમુખ ફારૂકભાઈ સમેજા, ઉપપ્રમુખ સાહિલભાઈ સમેજા, ઉપપ્રમુખ મુસ્તાકભાઈ સમેજા, મહામંત્રી જાવેદભાઈ સમેજા, મહામંત્રી ફારૂકભાઈ સમેજા, મહામંત્રી ફેઝલભાઈ સમેજા, સહમંત્રી તાહિરહુસેન સમેજા, સંગઠન મંત્રી અલીમામદભાઈ સમેજા, મંત્રી અસલમભાઈ સમેજા, મંત્રી સોયેમભાઈ સમેજા, સભ્ય ફારૂકભાઈ સમેજા, સભ્ય ઇબ્રાહીમભાઈ સમેજા તથા સભ્ય અબ્દુલભાઈ સમેજા ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત મિયાજી ફકીરમામદ સમેજા (સાડાઉં), સુલતાન જુમાભાઈ સમેજા (સાડાઉં), રહીમભાઈ થેબા (સાડાઉં), દુલ્હાભાઈ સમેજા (ભુજપર), ઇબ્રાહીમભાઈ સમેજા (નવીનાળ), કાસમભાઈ સમેજા (નવીનાળ), રમજુભાઈ સમેજા (બારોઈ), સબીરભાઈ સમેજા (સુખપર), આદિલભાઈ સમેજા (સુખપર), જુનેદ ગુલામ સમેજા, અબ્દુલ સમેજા, ઇમરાન સમેજા અને મોહમદ સમેજા સહિત સમાજના મોટી સંખ્યામાં આગેવાનો, વડીલો, યુવાનો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સફળ અને અસરકારક સંચાલન હુસેન સુલતાનભાઈ સાડાઉં (ઉપપ્રમુખ, મુન્દ્રા તાલુકા – અખિલ કચ્છ સમેજા થેબા સમાજ) દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે મુન્દ્રા તાલુકા અખિલ કચ્છ સમેજા થેબા સમાજના પ્રમુખ હાજી ઇસાકભાઈ સમેજાએ આભારવિધિ વ્યક્ત કરી હતી. તેમણે કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ મહેમાનો, આગેવાનો, હોદ્દેદારો, યુવાનો અને સમાજબંધુઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો તેમજ સમાજની એકતા અને પ્રગતિ માટે સૌને સતત સાથે મળીને કાર્ય કરવાની અપીલ કરી હતી.
અંતે સમાજની એકતા, શિક્ષણ, સેવા અને યુવા સશક્તિકરણના સંકલ્પ સાથે સૌએ સમાજને વધુ સંગઠિત, શિક્ષિત, આત્મનિર્ભર અને પ્રગતિશીલ બનાવવા માટે સતત કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી