માંડવી બીચ ઉપર નાહવા પડેલા બે પ્રવાસી યુવાનને ડૂબતા બચાવાયા

માંડવીના વિન્ડફાર્મ બીચ ઉપર નાહવા ગયેલા બે આશાસ્પદ યુવાનને ડૂબતા બચાવી લેવાયા હતા. મળતી માહિતી મુજબ મુંદરામાં કંપનીમાં કામ કરી રહેલા બે યુવાનો બપોરે માંડવીના દરિયામાં નાહવા પડેલા ત્યારે બીચ મધ્યે અમુક જગ્યાએ ખાડો છે, જેની નાહવા પડેલા આ બહારના પ્રવાસીઓને જાણ ન હોવાથી તે ખાડામાં આ બંને યુવાન ડૂબ્યા હતા, ત્યારે અહીં કામ કરી રહેલા વાઘેર સમાજના યુવાનોએ બચાવી લીધા હતા. બચાવ કરનારા યુવાનો ટાયર લઈ જઈ પોતાના જીવના જોખમે આ બંને યુવાનને પાણીમાંથી બહાર કાઢી લાવ્યા હતા. વાઘેર સમાજના પ્રમુખ યાકુબભાઈ વાઘેરે આઠ દિવસ અગાઉ પણ બે યુવાનને આ રીતે ડૂબતા બચાવ્યા હતા.