અંતરજાળમાં જાહેર જુગાર રમનારી આઠ મહિલાની અટક
copy image

ગાંધીધામ અંતરજાળની તિરુપતિ સોસાયટીમાં જાહેરમાં ગંજીપાના વડે નસીબ અજમાવતી આઠ મહિલાને પોલીસે પકડી પાડી હતી. આ મહિલાઓ પાસેથી રોકડ રૂા. 42,150 જપ્ત કરાયા હતા. પ્રાપ્ત થતી વિગતો અનુસાર અંતરજાળમાં આવેલી તિરુપતિ સોસાયટીમાં સાંજે અમુક મહિલાઓ ગોળ કૂંડાળું વાળી ગંજીપાના વડે પોતાનું નસીબ અજમાવી રહી હતી. દરમ્યાન અચાનક પોલીસ ત્રાટકી હતી અને અહીંથી આઠ મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી. જાહેરમાં પત્તા ટીંચનાર આ મહિલાઓ પાસેથી રોકડ રૂા. 42,150 હસ્તગત કરવામાં આવ્યા હતા.