“કચ્છના વ્રજવાણી થી દ્વારકા સુધીની ૫૦૦કી.મી. સુધીની કોંગ્રેસ કિસાન પદયાત્રા તા.૧૪/૦૭/૨૦૨૬ ના દ્વારકા પોહચશે 

કચ્છ જીલ્લા માંથી ૧૦૦ જેટલી હેવી વીજ લાઈનો નીકળવાની છે જેમાં કંપનીઓ દ્વારા ખેડૂતો ને યોગ્ય વળતર આપ્યા વગર બળજબરી કરી પોલીસ બંદોબસ્ત મેળવી ખેડૂતો ઉપર અત્યાચાર અને દમન ગુજારી વીજ લાઈનો પસાર કરવા માંગે છે અને ખેડૂતો એમનો અધિકાર અને ફાક માંગે તો પોલીસ દ્વારા ખેડૂતો તેમજ માં, બહેન, દીકરીઓ ઉપર લાઠી ચાર્જ કરે ઢસડે, કપડા ફાળે, ડીટેન કરી પોલીસસ્ટેશન માં લઇ જઈ ત્યાં પણ દમન કરે આવા અત્યાચાર અને દમન સામેની લડાઈ ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ દ્વારા સતત ખેડૂતો ને ન્યાય અપાવવા માટે અને યોગ્ય વળતર માટે છેલ્લા એક વર્ષ થી લડાઈ લડી રહેલ છે જેમાં કચ્છના વાંહીયા ગામ, લોડાઈ ગામ, વજવાણી આવા ગુજરાતમાં દરેક જીલ્લામાં અત્યારે ખેડૂતોના આંદોલન ચાલી રહ્યા છે.

તેમ છતા સરકાર અને કંપનીઓની મિલી ભગત ના કારણે ખેડૂતો ની યોગ્ય માંગણીઓ સ્વીકારવામાં આવતી નથી જેના કારણે અત્યારે મોરબી જીલ્લાના જેતપર ગામે ખેડૂતો નું મોટું આંદોલન પણ ચાલી રહ્યું છે. કોંઢ ગામ મારીયા તાલુકામાં માં પણ અનેક ગામોમાં આંદોલન ચાલી રહેલ છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કિસાન સમિતિ દ્વારા ખેડૂતોના જ્ઞકક ને અધિકાર માટે કચ્છના વ્રજવાણી થી દ્વારકા સુધી ૫૦૦ કી.મી જેટલી પદયાત્રા ૧૯ દિવસ સુધી ચાલી અને દ્વારકા પોહચશે જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન સમિતિના પ્રમુખ જયેશભાઈ પટેલની આગેવાની માં આ યાત્રામાં ખેડૂત નેતા પાલ આંબલિયા, લાલજી દેસાઈ, મહેશભાઈ, તેમજ કચ્છ ગુજરાત માંથી મોટી સંખ્યા માં ખેડૂતો માતાઓ બહેન-દીકરીઓ પણ જોડાઈ અને આ યાત્રા ૧૪/૦૭/૨૦૨૬ના ભરકા પોહચશે ત્યાં અખિલ આફીર સમાજ વાડીમાં મોટી જાહેર સભા કરવામાં આવશે ત્યારબાદ ૦૪:૩૦ કલાકે વારકા શહેરમાં પદયાત્રા કરી અને ૬:૩૦ કલાકે દ્વારકાધીશના મંદિરમાં યાત્રા પોફચશે જ્યાં દ્વારકાધીશના ચરણોમાં ધ્વજા અર્પણ કરવામાં આવશે અને ખેડૂતો ઉપર ના અત્યાચાર અને દમન કરતી ફરિયાદ ભગવાન ને આપવામાં આવશે અને ભગવાન ને પ્રાથના કરવામાં આવશે કે આ સરકારને સદબુદ્ધિ,
માંગણીઓ

  1. રાજસ્થાનની જેમ ખેડૂતોને બજાર કીમત ના ચાર ગણું વળતર ચુકવવામાં આવે.
  2. સરકાર દ્વારા જાહેરાત કરાયેલ છે કે ટાવર ના ચાર પાયા વચ્ચેની જમીન ને બે ગણું વળતર ચુકવવામાં આવશે. પરંતુ વાયરના કોરીડોર ની જમીન ને બજાર કીમતના માત્ર ૩૦ % લેખે માત્ર વળતર ચુકવવા માં આવશે. જ્યારે કોંગ્રેસ ની માંગ છે કે બજાર કીમતના ચાર ગણા કીમતના 30 % લેખે વળતર ચુકવવા માં આવે કારણ કે વધારે જમીન નો વિસ્તાર વાયર નીચે આવવાનો છે.

૩. માર્કેટ રેટ કમિટીમાં સરકારની જાહેરાત મુજબ ૩ પ્રતિનિધિ માં એક કલેકટર એક કંપની તેમજ એક ખેડૂતનો પ્રતિનિધિ રફશે તો બહુમતી તો સરકાર અને કંપની પાસે રહશે જેથી કમિટીમાં ખેડૂત નો અવાજ દબાઈ જવાનો છે જેના કારણે ખેડૂતો ને ન્યાય મળશે નહિ જેથી ખેડૂત ની બહુમતી રહે તેવી કમિટી બનવી જોઈએ

  1. જમીન ની બજારભાવ નક્કી કરવા માટે જેતે ગામની પાંચ જણ ની કમિટી બનાવવા માં આવે જેમાં ૧) સરપંચ ૨) સેવા સહકારી મંડળી નો પ્રતિનિધિ ૩) તલાટી ૪) ગામના બે પ્રતિસ્થીટ આગેવાનની

કમિટી બનાવી તેમનાં અભિપ્રાયના આધારે બજાર ભાવ નક્કી થવા જોઈએ.

  1. ગૌચર જમીન માં આવતા ટાવર ને વીજ લાઈનનું વળતર સરકારના ખાતા માં નહિ પરંતુ જેતે ગ્રામપંચાયત ના ખાતામાં જમા થવું જોઈએ કારણ કે ગૌચર સંભાળવા ની જવાબદારી સરકાર ની નહિ પણ પંચાયત ની છે.

ઉપરોક્ત સમાપન પદયાત્રા માં કચ્છ જીલ્લા માંથી મોટી સંખ્યામાં ખેડૂતો કાર્યકરો આગેવાનો દ્વારકા જવાના છે અને ખેડૂતો માટે કોંગ્રેસ ના આગેવાની લડયા છે ને આગળ ના સમય માં પણ લડતા રહશે એવું કચ્છ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે.હુંબલ ની યાદી માં જણાવ્યું છે.