ગાંધીધામ ગણેશનગ૨ ધાડના ગુના કામેના 7 આરોપીઓ ઝડપાયા

મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાઠેબ સરહદી રેન્જ-ભુજ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબનાઓ તરફથી જીલ્લામાં બનતા ગંભીર પ્રકારના ગુના કામેના આરોપીઓને શોધી આ પ્રકારના ગુનાઓ આચરનાર આરોપીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સારૂ સુચના આપેલ હોય અને આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સપેક્ટર એસ.વી.ગોજીયા નાઓ દ્વારા બે દિવસ અગાઉ ગાંધીધામ ગણેશનગર વિસ્તારમાં બપોરના સમયે ઈકો ગાડી તેમજ મોટર સાઈકલથી આવેલ અજાણ્યા ઈસમો દ્વારા ફરીયાદી બહેનના ઘ૨મા હથિયાર ધોડા, છરી સાથે અપપ્રવેશ કરી, સાઠેદ બહેનને પગમાં ઘોડો મારી, ડર ઉભો કરી ઘરમા હોલમાં રહેલ ટેબલ ઉપર ધોકો મારી કાચ તોડી, ગાળાગાળી કરી, મંદીરના બાજુમાં આવેલ ખાનામાંથી રોકડા રૂપીયા રૂ.૧૨,૦૦૦/- ની લુંટ કરી તથા બારી પારો રાખેલ ફોર વ્હીલર ટુ-વ્હીલરની ચાવી લઈ જઈ તથા પ્લાસ્ટીકની બોટલથી આંગણામાં પેટ્રોલ છાંટી ધમકીઓ આપી જયુપીટર રજી નં-જીજે-૩૯-જે-૮૯૫૯ કિ.રૂ.૮૦,૦૦૦/- વાળી બળજબરીથી લુંટી લઇ નાસી જઈ મે.શ્રી ડી.એમ.સા.ના જાહેરનામા નો ભંગ કરી ગુનો કરેલ હોય જે બાબતે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ભાગ-અ ગુ.૨.નં. ૧૧૯૯૩૦૦૭૨૬૦૯૮૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની ક.-૩૧૦(૨),૩૩૩, ૩૨૬(છ),૬૨,૩૫૧(૨),૧૧૮(૧),૨૯૬(બી),૩૨૪(૨) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબનો ગુનો જાહેર થયેલ હોય આ ગંભીર પ્રકારના ગુના કામે સંડોવાયેલ આરોપીઓ બાબતે માહીતી મેળવવા સારૂ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને જણાવેલ હોય જે બાબતે ટીમ પેટ્રોલીંગ માં હતી દરમ્યાન ગુના કામે સંડોવાયેલ તમામ વાહનોની સી.સી.ટી.વી. કેમેરા આધારે તપાસ કરતા અને હ્યુમનસોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે તપાસ કરતા મળેલ ખાનગી ચોક્કસ બાતમી હકિકત આધારે આ ગુના કામે સંડોવાયેલ આરોપીઓ પૈકી ૭ (સાત) આરોપીઓને પકડી પાડી તેમની સદર ગુના કામે પુછપરછ કરતા સદર ગુના કામેની કબુલાત આપતા તમામ આરોપીઓની ગુના કામે ધરપકડ કરી ગુના કામે વપરાયેલ વાહનો તેમજ ગુના કામે ગવેલ મુદામાલ કબ્જે કરી વાડના ગંભીર ગુના કામે અન્ય સંડોવાયેલ આરોપીઓને પકડવા આગળની તપાસ હાથ ઘરવામાં આવેલ છે.પકડાયેલ આરોપીઓ ::

(૧) ફારૂક દિલાવર ઝેડા ઉ.વ.-૩૫ ૨હે.- માળીયા તા.-માળીયા જી-મોરબી

(૨) સાહિલ અબ્દુલભાઈ મોવર ઉ.વ.૧૯ ૨હે- માળીયા તા-માળીયા જી-મોરબી

(૩) ઈબ્રાઠીમ મુરતાકભાઈ કાજડીયા ઉ.વ.૧૯ ૨હે- માળીયા તા-માળીયા જી-મોરબી

(૪) હુશેન ઈકબાલ ભટ્ટી ઉ.વ.-૩૧ રહે.-માળીયા તા.માળીયા જી.મોરબી

(૫) લતીફ öદરભાઈ કાજેડીયા ઉ.વ.-૩૨ ૨હે.- માળીયા તા.-માળીયા જી-મોરબી

(૬) નિઝામુદીન ઈસરાયલ મોહમ્મદ અંસારી ઉ.વ.૨૨ રહે-રેલ્વે ઝુપડપટ્ટી કંડલા તા-ગાંધીધામ મુળ રહે.-રાલેમપુર થાના ખુખુદ પો.સ્ટ રામપુર જી.દેવરીયા (ઉતરપ્રદેશ)

(૭) મેરાજઅલી રમજાનઅલી ઉ.વ.૨૬ રહે.-રેલ્વે ઝુપડપટ્ટી કંડલા તા-ગાંધીધામ મુળ ૨હે.-સગઠીયા કરનપટ્ટી થાના રોવરાહીન પો.સ્-તમકુઈરાજ (ઉતર પ્રદેશ)

:: કબ્જે કરેલ મુદામાલ ::

(૧) મોબાઈલ ફોન નંગ- ૧ કિ.રૂ. ૫,૦૦૦/-

(૨) રોકડા રૂપીયા- ૪,૫૦૦/-

(3) તિકણ ધારદાર છરી નંગ-૧ કિ.રૂ.૦૦/-

(૪) ઘાડમા ઉપયોગમાં લીધેલ ઘોડા નંગ-૦૬ કિ.રૂ.૦૦/-

(૫) લુંટ કરેલ જ્યુપીટર વાહન (GJ-39-J-8959) કિ.રૂ.૮૦,૦૦૦/-

(9) ગુના કામે વપરાયેલ મો.સા R-15 રજી નંબર-GJ-36-BA-2485 કિ.રૂ. ૧,૨૦,૦૦૦/-

(૭) ગુના ને અંજામ આપવા વપરાયેલ ઈકો કાર રજી નંબર-GJ-36-AJ-4738 કિ.રૂ. 3,00,000/-

(૮) ઈકો કાર માંથી મળી આવેલ પેટ્રોલના વારસ વાળી ખાલી બોટલ કિ.રૂ.00/-

:: ગુનાહિત ઇતિહાસ ::

(૧) આરોપી ફારૂક દિલાવર ઝેડા વિરુધ્ધ આજદિન સુધીમાં મોરબી એ ડિવિઝન,બી ડિવિઝન તેમજ માળીયા તથા સામખીયારી પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ સમયે રાયોટીંગ, ખુનની કોશીષ, લુંટ, આર્મ્સ એક્ટ,પ્રોહીબીશન રાઠીત ૨૦ થી પણ વધુ ગુનાઓ નોંધાયેલ ৬.

(૨) આરોપી સાહિલ અબ્દુલ મોવર વિરુધ્ધ બે વર્ષ અગાઉ મોરબી પોલીરા સ્ટેશન ખાતે લુંટ વિથ મર્ડર નો ગુનો નોંધાયેલ છે.

(3) આરોપી હુશેન ઈકબાલ ભટ્ટી વિરૂધ્ધ માળીયા તથા લાકડીયા પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ રામયે ખુનની કોશીષ,જુગાર તેમજ પ્રોઠીબીશનના સઠીત ૦૪ ગુનાઓ નોંધાયેલ છે.

ઉપરોક્ત કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા તથા પો.સબ.ઈન્સ. એલ.એન.વાઢીયા તથા પો.સબ ઇન્સ. એસ.જે.પઢાર તથા પો.સબ.ઈન્સ કે.જે.વાઢેર તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામા આવેલ છે.