ગાંધીધામમાં ચકચારી ધાડના ગુનામાં સામેલ વધુ ૨ રીઢા ગુનેગારોને હથિયારો અને મુદ્દામાલ સાથે દબોચાયા

ગાંધીધામમાં ચકચારી ધાડના ગુનામાં સામેલ વધુ ૨ રીઢા ગુનેગારોને હથિયારો અને મુદ્દામાલ સાથે દબોચી લેતી ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ! ગાંધીધામના ગણેશનગર વિસ્તારમાં ઇકો ગાડી તેમજ મોટરસાયકલ પર આવેલા શખ્સો દ્વારા ધાડ અને હુમલાનો ગંભીર ગુનો આચરવામાં આવ્યો હતો.આ ગુનામાં ભારતીય ન્યાય સંહિતા (BNS) અને એટ્રોસિટી એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી અગાઉ ૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી હવે આ જ ચકચારી કેસમાં પોલીસે સઘન તપાસ આદરીને વધુ ૨ ફરાર આરોપીઓને હથિયારો અને વાહન સાથે દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓની વિગત: ધાડના ગુનામાં ઉપયોગમાં લેવાયેલ મોટરસાયકલ (નંબર: GJ-39-D-9413) – કિંમત રૂ. ૪૫,૦૦૦/- રોકડા રૂપિયા ૭,૦૦૦/- ગુના આચરવા માટે વાપરેલા લાકડાના ધોકા નંગ-૦૨ચોંકાવનારો ગુનાહિત ઇતિહાસ: આરોપી આદમ જામ: અગાઉ કંડલા મરીન પોલીસ સ્ટેશન અને સુરેન્દ્રનગર રેલ્વે પોલીસ સ્ટેશનમાં ચોરી, હિંસક હુમલો અને હથિયારબંધી ભંગ જેવા ૩ ગંભીર ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે આરોપી સદામ ઝેડા: આ આરોપી પણ અગાઉ સામખીયારી પોલીસ સ્ટેશનમાં હુમલો, ચોરી અને ગુનાહિત ધમકી આપવા જેવા ૨ ગંભીર કેસોમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.