ભુજમાં રવિ સિનેમાની છત પરથી યુવાનની મોતની છલાંગ
તા. 13 : ગઇકાલે સાંજે ભુજના રવિ સિનેમાની છત પરથી 31 વર્ષીય યુવાનએ મોતની છલાંગ મારી જીવન રેખા ટૂંકાવી હતી,પ્રાપ્ત થતી માહિતી મુજબ ભુજના દાદુપીર રોડના કોલીવાસમાં રહેતા યુવાને સ્ટેશન રોડ સ્થિત વર્ષોથી બંધ રવિ સિનેમાની છત પરથી ગઇકાલે સાંજે કોઇ અગમ્ય કારણોસર છલાંગ મારી દેતાં તેને સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહિર કર્યા હતા. બી-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો આગળની તપાસ હાથ ધરીછે દાખલ કરી તપાસ હાથ ધરી છે. વધુ એક બનાવ કિડાણામાં 20 વર્ષીય એ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સૂત્રો માંથી મળતી માહિતી મુજબ કિડાણામાં આંબેડકરનગર બી-38માં રહેનાર યુવાન ગઇકાલે બપોરે પોતાના ઘરે હતો દરમ્યાન અગમ્ય કારણોસર તેણે ઘરના પાઇપમાં ગમછો બાંધી ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. બનાવ પછવાડેનું કારણ જાણવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.