ખત્રી તળાવ પાસે અકસ્માતમાં ભુજના યુવકનું મોત ત્રણ ઘાયલ

copy image

ગઈકાલે ભુજની ભાગોળે ખત્રી તળાવ પાસે અન્ય ગાડીની ટક્કરથી ગાડી પલટી ખાઈ જવાના અકસ્માતમાં ભુજના 21 વર્ષીય આશાસ્પદ યુવકનું ગંભીર ઈજાના પગલે મોત થયું હતું. જ્યારે માતા, માસા અને મિત્ર ઘાયલ થયા હતા. સાંજે છ વાગ્યાના સમયાંતરે ભુજ-માંડવી ધોરીમાર્ગના ખત્રી તળાવ પાસે સર્જાયેલા અકસ્માત અંગે જીકે જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં નોંધાયેલી વિગતો તથા પરિજનો મળેલી માહિતી અનુસાર મૂળ અબડાસાના મોટી બાલાચોડ અને હાલે ભુજના ગણેશનગરમાં રહેતા યુવક તથા તેની માતા અને માસા અને મિત્ર સહિતના ગઈકાલે ગાડી લઈને માંડવી ફરવા ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે  સામેથી આવતી ગાડી સાથે ટક્કર થતા તેમની ગાડી પલટી ખાઈ ગઈ હતી. આથી ઉપરોક્ત ઘાયલોને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જેમાં એ યુવાનને હાથ-પગ અને માથામાં ગંભીર ઈજાના પગલે તેનું કરૂણ મોત નીપજ્યું હતું. દરમ્યાન માતાને ફ્રેકચર જેવી જ્યારે માસા અને મિત્રને મુઢમાર, છોલછામ જેવી ઈજા થયાની વિગતો મળી છે. બનાવ અંગે માનકૂવા પોલીસને જાણ કરાઈ છે.