65મા જન્મદિને મુખ્યમંત્રી કામકાજમાં વ્યસ્ત રહ્યા

પોતાની મૃદુ અને મક્કમ શૈલીથી લોકોમાં આગવી લોકચાહના મેળવનારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના જન્મદિવસે પણ જનસેવા અને કર્તવ્ય નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જન્મદિન હોવા છતાં તેમણે કોઈ રજા કે વ્યક્તિગત ઉજવણી કરવાને બદલે સમગ્ર દિવસ સરકારી કામકાજ અને પ્રજાલક્ષી કાર્યોમાં વ્યસ્ત રહીને વિતાવ્યો હતો. મંત્રીમંડળની બેઠકથી દિવસની શરૂઆત મુખ્યમંત્રીએ પોતાના જન્મદિવસે કામકાજની શરૂઆત રાજ્ય મંત્રીમંડળની બેઠકથી કરી હતી. દિવસ દરમિયાન તેમણે શહેરી વિકાસ વિભાગ અને માહિતી પ્રસારણ વિભાગ સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોની સર્વગ્રાહી સમીક્ષા બેઠકો યોજી હતી. આ બેઠકોમાં તેમણે પ્રજાજનોની સુવિધા અને સુખાકારી વધારતા કાર્યો અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.ગિફ્ટ સિટી ખાતે ફ્લેગશીપ પ્રોજેક્ટ્સની સ્થળ મુલાકાત માત્ર બેઠકો સુધી સીમિત ન રહેતા, મુખ્યમંત્રીશ્રીએ દેશના ફાયનાન્સિયલ હબ તરીકે ઉભરી રહેલા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ગિફ્ટ સિટી ની સ્થળ મુલાકાત લીધી હતી. તેમણે વરિષ્ઠ અધિકારીઓ સાથે ચાલી રહેલા તથા પ્રગતિ હેઠળના વિવિધ પ્રોજેક્ટ્સની પ્રત્યક્ષ સમીક્ષા કરીને ઝડપી કામગીરી માટે સૂચનાઓ આપી હતી.