ટીમ ઈન્ડિયાનો શેર હવે હૈદરાબાદનો સુકાની – મોહમ્મદ સિરાજના હાથમાં રણજીની કમાન, 11મીએ ત્રિપુરા સામે જંગ!
અલ્લાહ જ્યારે ઈજ્જત દે છે તો આખી દુનિયા જોતી રહી જાય છે! ક્રિકેટની દુનિયામાંથી એક દિલ ખુશ કરી દે એવા સમાચાર આવ્યા છે.
ટીમ ઈન્ડિયાનો સ્ટાર બોલર, આપણા સૌનો માનીતો મોહમ્મદ સિરાજ હવે નવા અંદાજમાં જોવા મળશે. રણજી ટ્રોફીની આ સિઝનમાં હૈદરાબાદની ટીમની કપ્તાની એના હાથમાં સોંપવામાં આવી છે.
જી હા, બીજા વિકલ્પ તરીકે મિલિંદ ઉપકપ્તાન રહેશે.
આ તો એ જ સિરાજ છે જેણે ગરીબીમાંથી ઉઠીને પોતાની મહેનત અને અલ્લાહની મદદથી આખી દુનિયામાં નામ રોશન કર્યું છે. આજે એ પોતાની ઘરેલુ ટીમ હૈદરાબાદને લીડ કરશે.
પહેલો મુકાબલો ક્યારે?
11મી ઓક્ટોબરે સિરાજની કપ્તાની વાળી હૈદરાબાદની ટીમ ત્રિપુરા સામે પોતાનો પહેલો જંગ લડશે.
આખા હિન્દુસ્તાનના ચાહકોની દુઆ સિરાજ ભાઈ સાથે છે. અલ્લાહ એને આ નવી જવાબદારીમાં પણ કામિયાબ કરે.
હૈદરાબાદની ટીમ આ વખતે સિરાજના દમ પર કંઈક મોટું કરશે એ નક્કી છે!