ગાંધીધામ “એ” ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકીંગ કોમ્બીંગની કામગીરી ક૨તી ગાંધીધામ“એ” ડીવીજન પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ, ભુજ-કચ્છ નાઓએ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓ તરફથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી ગુનાખોરી પર અંકુશ લાવવા સારુ અગાઉ અલગ અલગ ગુનાઓમાં પકડાયેલ આરોપીઓનું તકેદારીના ભાગરૂપે ચેકીંગ હાથ ધરવા સારુ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જુની સુંદરપુરી તથા નવી સુંદરપુરી તથા મહેશ્વરીનગર વિસ્તારમાં કોમ્બીંગ નાઈટનું આયોજન કરેલ અને આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજીક તત્ત્વો તથા એચ.એસ./એમ.સી.આર. તથા લીસ્ટેડ બુટલેગરો તથા શંકાસ્પદ ઇસમો તથા પ્રોહીબીશન તથા જુગાર તેમજ શરીર સબંધી તથા મિલ્કત સબંધી વિગેરે ગુનાઓમાં અગાઉ સંડોવાયેલ આરોપીઓને તેઓના રહેણાંક તથા આશ્રય સ્થળની તથા હાલની પ્રવૃત્તિઓ બાબતે તપાસ કરવા નાઈટ કોમ્બીંગ ડ્રાઇવનું આયોજન કરી આવા પ્રકારના ગુનાઓને અટકાવવા તથા મોડી રાત્રી સુધી બેસી રહેતા અસમાજીક તત્વો વિરૂધ્ધ કાયદેસરની કરવા સારુ ડ્રાઈવનું આયોજન કરેલ હોઈ જે અન્વયે પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.જે.રાઠોડ ગાંધીધામ એ ડીવીજન પોલીસ સ્ટેશન નાઓએ ગાંધીધામ એ ડીવીજન પોલીસ સ્ટેશનના અધિકારી/કર્મચારીઓની અલગ અલગ કુલ-૦૬ ટીમો બનાવી ડ્રાઇવ દરમ્યાન અસરકારક કામાગીરી કરવા સુચના કરેલ હોઈ જે ડ્રાઈવ દરમ્યાન નીચે મુજબની કામગીરી કરેલ છે.