જવાહર નવોદય વિદ્યાલય, ડુમરામાં વિવિધ કરાર આધારિત જગ્યાઓ માટે ઓનલાઇન ઇન્ટરવ્યૂ યોજાશે
પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય, ડુમરા (જિલ્લો-કચ્છ) દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે વિવિધ જગ્યાઓ ભરવા માટે 18 જુલાઈ, 2026ના રોજ સવારે 11:00 વાગ્યાથી ઓનલાઈન ઇન્ટરવ્યૂ યોજાશે. અત્રે ખાસ નોંધ લેવી કે આ તમામ જગ્યાઓ સંપૂર્ણપણે કરાર આધારિત (કોન્ટ્રાક્ટ બેઝ) છે.
વિદ્યાલય દ્વારા PGT (ભૂગોળ, અંગ્રેજી), TGT (હિન્દી, વિજ્ઞાન, અંગ્રેજી), આર્ટ ટીચર, મ્યુઝિક ટીચર, ડાન્સ એક્સપર્ટ, પુરુષ કાઉન્સેલર, AR/VR ઇન્સ્ટ્રક્ટર તથા મેટ્રોન જેવી જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.
રસ ધરાવતા ઉમેદવારોએ જરૂરી શૈક્ષણિક લાયકાત મુજબ Google Form દ્વારા ઓનલાઈન અરજી કરવી રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 18 જુલાઈ, 2026ના રોજ સવારે 8:45 વાગ્યા સુધી રાખવામાં આવી છે.
અરજીઓની ચકાસણી બાદ લાયક ઉમેદવારોને ઓનલાઈન ઇન્ટરવ્યૂ માટે જાણ કરવામાં આવશે. ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ દરમિયાન યોગ્ય સ્પીડ ધરાવતું ઇન્ટરનેટ કનેક્શન રાખવાની પણ સૂચના આપવામાં આવી છે.
વધુ માહિતી માટે ઉમેદવારો વિદ્યાલય દ્વારા જાહેર કરાયેલા મોબાઇલ નંબર 9518455196 પર સંપર્ક કરી શકે છે.