જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા પ્રોહીબીશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમો પર પાસા તળે અટકાયતી પગલા લેવા અપાયેલ સુચનાને પગલે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા બુટલેગરો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે. જે અંતર્ગત કલેકટર દ્વારા ઇસ્યુ કરાયેલ પાસા વોરન્ટને પગલે પૂર્વ કચ્છના કુખ્યાતબુટલેગર પુના ભરવાડને ને પાસા તળે અટકાયતમા લઇ સુરત જેલ હવાલે મોકલી આપવામા આવેલ છે. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા પુના ભાણા ભરવાડ, રહે. તકિયા વાસ, રાપર ને સેન્ટ્રલ જેલ, લાજપોર, સુરતને હવાલે કરાયો છે. આ કામગીરીમાં ડી.વી.રાણા, પોલીસ ઇન્સ. એલ.સી.બી.તથા એન.વી. રહેવર, પોસઇ એલસીબી તથા એલ.સી.બી. સ્ટાફ જોડાયેલ હતા.