મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં વિદેશ પ્રધાન પદે રહેલા સુષ્મા સ્વરાજને હાર્ટ અટેક આવતા તેમને દિલ્હી સ્થિત એઇમ્સમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું હતું. આજે બપોરે ત્રણ વાગ્યે દિલ્હીના લોધી રોડના સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.સુષ્મા સ્વરાજના પાર્થિવ દેહને મોડી રાતે તેમના દ્યરે લાવી દેવાયો હતો. જયાં તેમના અંતિમ દર્શન માટે મૂકાયો હતો. ભાજપના દિગ્ગજ નેતાઓ સહિત રાજકીય હસ્તીઓ મોડી રાતે જ અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતાં. સ્વરાજનો પાર્થિવ દેહ સવારે ૧૧ વાગ્યા સુધી તેમના દ્યરે અંતિમ દર્શન માટે રખાશે. ત્યાર બાદ ૧૨ કલાકે દિલ્હી ભાજપ કાર્યાલય પાર્થિવ દેહને લવાશે. જયારે બપોરે ત્રણ વાગ્યે દિલ્હીના લોધી રોડના સ્મશાન ગૃહ ખાતે રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.નોંધનીય છે કે, તેમની તબિયત અંગેના સમાચાર મળતા જ સૌપ્રથમ ભાજપના કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધન અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી તાત્કાલિક અસરથીઙ્ગએઈમ્સ પહોંચ્યા હતાં.ઙ્ગઉલ્લેખનીય છે કે, ડોકટરોની એક ટીમ તેમની સ્થિતિ પર સતત નજર રાખી રહીપરંતુ તેમની બચાવી ન શકાય અને ૬૭ વર્ષની વયે તેમનું દેહાવસાન થયું હતું. તેમના નિધન અંગેના સમાચારને પગલે ભાજપે પક્ષના દિગ્ગજ નેતા ગુમાવ્યા છે. તેમના નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતા દિગ્ગજ નેતાઓ એઇમ્સ પહોંચ્યા હતા.