મહિલાનાં મોત સાથે ફરી ભુજનો એરપોર્ટ રોડ રક્તરંજિત

ભુજ શહેરના એરપોર્ટ રોડ પર લાંબા સમયથી માર્ગ મકાન વિભાગ દ્વારા ચાલતાં કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા નીતિ નિયમો મુજબ બનાવાયેલા સ્પીડબ્રેકર પર સફેદ પટ્ટા ન હોવાથી ગઈ મોડીરાત્રે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઈક સ્લીપ થઈ જવાથી એક 34 વર્ષીય મહિલાના મોત સાથે આ માર્ગ ફરી રક્તરંજિત બન્યો હતો, તો બાઈકચાલક તેના મિત્રને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જી.કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીના ચોપડેથી પ્રાપ્ત વિગતો મુજબ રાત્રે એકાદ વાગ્યે ભૂતનાથ મહાદેવ માર્ગ સામે બાઈક સ્લીપ થઈ જવાથી સર્જાયેલા ગંભીર અકસ્માતમાં એક મહિલાનું ગંભીર ઈજાને પગલે મોત નિપજ્યું હતું, જ્યારે બાઈકચાલકને માથામાં ગંભીર ઈજા થતાં જનરલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.