વાપી માં મેઘ નો કહેર: ભારે વરસાદ માં ફસાયેલા લોકો ને હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરી બચાવ્યા
અવિરત વરસાદ ને કારણે નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓ માં પાણી ભરાઈ ગયા. અનેક લોકો પોતાના ઘરો માં ફસાઈ ગયા હતા. રસ્તા પાણી માં ગરકાવ થઈ જતા રેસ્ક્યુ ટીમો ને પણ પહોંચવામાં મુશ્કેલી પડી.
પરિસ્થિતિ ની ગંભીરતા ને જોતા વહીવટી તંત્ર અને NDRF ની ટીમો દ્વારા તાત્કાલિક હેલિકોપ્ટર ની મદદ લેવામાં આવી. હેલિકોપ્ટર દ્વારા હવામાં થી ફસાયેલા પરિવારો ને શોધી ને સુરક્ષિત સ્થળે એરલિફ્ટ કરવામાં આવ્યા.
બાળકો, વૃદ્ધો અને મહિલાઓ સહિત અનેક લોકો ને આ ઓપરેશન દ્વારા બચાવી લેવામાં આવ્યા. રેસ્ક્યુ દરમિયાન લોકો એ રાહત નો શ્વાસ લીધો.
તંત્ર ની અપીલ: હજુ પણ વરસાદ ચાલુ છે. નાગરિકો ને બિનજરૂરી ઘર ની બહાર ન નીકળવા અને સલામત જગ્યાએ રહેવા અનુરોધ કરાયો છે.