ભારે વરસાદના સંદર્ભે તંત્રની સૂચનાઓનું પાલન કરીને નાગરિકોએ સાવધાની અને સૂચકતા જાળવવા તંત્રની અપીલ

કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને અનુલક્ષીને જિલ્લા કલેક્ટરશ્રીની સુચના અનુસાર જિલ્લાની તમામ ૧૦૮ એમ્બ્યુલન્સને એલર્ટ પર મૂકવામાં આવી છે. જિલ્લાની તમામ ૧૦૮ એમ્બ્યુલન્સમાં પૂરતાં પ્રમાણમાં Anti Snake Venom (ASV) ઇન્જેક્શનની ઉલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી છે. તેમજ  ૧૦૮ એમ્બ્યુલન્સ પૂરતો (ASV), પ્રસુતિ કીટ, ઈમરજન્સી દવાઓ અને ઑક્સિજન સહિત ડીઝલના પુરતાં જથ્થો અંગે પુષ્ટિ કરવામાં આવી છે. ભારે વરસાદની સ્થિતિને કારણે દરેક કર્મચારીઓની રજા કેન્સલ કરવામાં આવી છે અને હેડ ક્વાર્ટરમાં રહેવાની સુચના આપવામાં આવી છે. જિલ્લાની તમામ ૧૦૮ એમ્બ્યુલન્સ હાઈ એલર્ટ મોડ ઉપર મોકલવામાં આવી છે.

        આ સાથે જિલ્લાના નાગરિકો માટેની ૧૦૮ સેવા દ્વારા અપીલ તેમજ સૂચનાઓ જાહેર કરી છે. જે અંતર્ગત નાગરીકોએ વરસાદ દરમિયાન સલામત સ્થળે સ્થળાંતર થઈ જવું જોઈએ. સગર્ભા માતા અને નવજાત શિશુની ખાસ કાળજી રાખવી. વરસાદ દરમિયાન અજાણ્યાં રોડ કે વિસ્તારમાં અવરજવર ન કરવી. નદી, નાળા કે ડેમ વિસ્તારમાં અવરજવર ન કરવી. પશુને બાંધી રાખવા નહીં.

        ભારે વરસાદની આગાહીની પરિસ્થિતિમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં જે પ્રસુતાઓની પ્રસુતિની તારીખ નજીક છે, તેઓનો વ્યક્તિગત સંપર્ક કરવામાં આવ્યો છે, ઇમરજન્સીની સ્થિતિ સર્જાય તો આરોગ્ય વિભાગ તેમને નજીકની હોસ્પિટલમાં પહોંચાડવા સજ્જ છે.

        વધુમાં વીજળીથી બચવા સલામત સ્થળ અને પાકા મકાન ઉપર રહેવાનું પસંદ કરો. સગર્ભા માતાની પ્રસૂતિ નજીકના દિવસોમાં હોય તો વહેલાં તે પહેલાંના ધોરણે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવી જોઈએ. કોઈપણ આકસ્મિક ઘટનામાં ગભરાયા વગર ૧૦૮ સેવા અથવા મામલતદાર કચેરીનો સંપર્ક કરવો. હાથ બત્તી, મોબાઇલને પૂરતી ચાર્જ કરીને રાખવી. વૃક્ષો કે નબળી જમીન ઉપર ઉભા ન રહેવું. નીચાણવાળા વિસ્તારમાં લોકોએ જિલ્લા વહીવટી તંત્રના સંપર્કમાં રહેવું. આકસ્મિક સંજોગોમાં ચોક્કસ માહિતી જિલ્લા વહીવટી તંત્રને આપવી. ખોટી અફવાઓને  પ્રોત્સાહન ન આપવું અને તેનાથી દૂર રહેવું. વૃદ્ધ, સગર્ભા અવસ્થા મહિલાઓ, નવજાત શિશુ વરસાદ દરમિયાન પ્રવાસ કરવાનું ટાળવો જોઈએ. કોઈ આરોગ્ય સબંધિત તકલીફ પડે તરત ૧૦૮ સેવા નો સંપર્ક કરવો.