અંજાર નજીક અકસ્માતમાં એક્ટિવા સવાર યુવાનનું મૃત્યુ
copy image

અંજારના વરસામેડી અંડરબ્રિજથી નાકા સર્કલ જતાં રોડ પર એક્ટિવાને ટોઈંગ કરી આગળ જતા બાઈકચાલકે બેદરકારીથી વાહન હંકારતાં એક્ટિવા સવાર પટકાયા બાદ તેના ઉપર બોલેરો ફરી વળતાં તેનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ અંજારના વરસામેડી અંડરબ્રિજથી વરસામેડી નાકા સર્કલ જતાં માર્ગ ઉપર ગત તા. 24/7ના બપોરે આ બનાવ બન્યો હતો. શ્રમિક પોતાના ઠેકેદારનું એક્ટિવા લઈને નીકળ્યો હતો. રસ્તામાં પેટ્રોલ પૂરું થઈ જતાં ઠેકેદાર ત્યાં બાઈક નં લઈને આવ્યો હતો અને દુપટ્ટાથી બાંધી એક્ટિવાને ટોઈંગ કરી પેટ્રોલ પંપ સુધી લઈ જઈ રહ્યો હતો. તેવામાં ઢાળ ઉપર બાઈકનું બેલેન્સ જતાં પાછળ એક્ટિવા સ્લીપ થયું હતું, જેમાં શ્રમિક નીચે પડી તેનું માથું દીવાલમાં અથડાયું હતું અને તે નીચે પડી ગયો હતો. દરમ્યાન પાછળથી આવતી બોલેરોના પૈડાં યુવાનના પગ પરથી ફરી વળ્યાં હતાં, જેમાં તેને ઈજાઓ થતાં તેને સારવાર અર્થે લઈ જવાયો હતો, જ્યાં હાજર તબીબોએ તપાસીને આ યુવાનને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધવાઈ હતી.