ઈથેનોલમાં મારી ભૂમિકા નથી : ગડકરી

image

દેશના પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, પેટ્રોલમાં ઈથેનોલના મિશ્રણમાં મારી કોઈ ભૂમિકા નથી. મળતી માહિતી મુજબ આ યોજના પૂર્ણપણે કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય પાસે છે. હકીકતમાં મેટા, એકસ અને ગૂગલ પર ઈથેનોલ મામલામાં ગડકરીના ઘણા બધા એઆઈ જનરેટેડ ડીપફેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. મુંબઈની વડી અદાલત સમક્ષ અરજીમાં ગડકરીએ જણાવ્યું હતું કે, ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ પ્રોગ્રામ અને ઈ-20 પહેલ સાથે મને ખોટી રીતે જોડવામાં આવી રહ્યો છે.  બોમ્બે હાઈકોર્ટે સોમવારે ડિજિટલ સામગ્રી વિરુદ્ધ કાર્યવાહી કરવાની અનુમતી આપી દીધી હતી. હવે ગડકરી મેટા, પ્લેટફોર્મ્સ, એક્સ અને ગૂગલ કંપની વિરુદ્ધ કેસ કરી શકશે. ભારતમાં 20 ટકા ઈથેનોલ અને 80 ટકા પેટ્રોલના મિશ્રણનો વિરોધ થઈ રહ્યો છે. કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, આ કાર્યવાહીનો હેતુ જાહેર ચર્ચા અથવા સરકારી નીતિઓની ટીકાને રોકવાનો નથી. ગડકરીએ જણાવ્યું હતું કે, એઆઈ વીડિયો દ્વારા હું અને મારો પરિવાર ઈ-20માંથી લાભ મેળવે છે તેવી ખોટી વાત ફેલાવાઈ રહી છે.