હવે `ઈ20 જનતા પાર્ટી’ની એન્ટ્રી

image

નીટ પેપર લીક સામે કોકરોચ જનતા પાર્ટીના અસરકાર વિરોધ પ્રદર્શન બાદ હવે દેશમાં એક નવા સંગઠનની એન્ટ્રી થઈ છે. જેનું નામ `ઈ20 જનતા પાર્ટી’ છે. મળતી માહિતી મુજબ જેમ સીજેપીએ નીટ પેપર લીકનો વિરોધ કર્યો હતો તેવી જ રીતે ઈ20 પાર્ટી પેટ્રોલમાં ઈથેનોલ ભેળવવાની નીતિ સામે મોરચો ખોલ્યો છે. આપ સંયોજક કેજરીવાલે પણ ઈ20 સામે વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું છે. ઈ20 જનતા પાર્ટીએ માગણી કરી છે કે સરકાર પેટ્રોલ પંપ ઉપર 100 ટકા શુદ્ધ પેટ્રોલનો વિકલ્પ પણ ઉપલબ્ધ કરાવે. સાથે જ કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના રાજીનામાની માગણી કરી છે. આ વિરોધને ટ્રાન્સપોર્ટર્સનું પણ સમર્થન મળી રહ્યું છે. દિલ્હી ટેક્સી એન્ડ ટુરિસ્ટ ટ્રાન્સપોર્ટર્સ ઓપરેટર એસોસિએશને ઈ20 પેટ્રોલના વિરોધમાં ચાર ઓગસ્ટના રોજ સંસદ માર્ચનું એલાન કર્યું છે. બીજી તરફ  કેજરીવાલે ઈ20 ફ્યૂલ અંગે વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું હતું. `નેશનલ ટાઉનહોલ અગેઈન્સ્ટ ઈ20′ નામથી વિરોધ પ્રદર્શન આયોજીત કરવામાં આવશે.