રતનાલ-નિંગાળ પાસેના અકસ્માતમાં વધુ એક કિશોરનું સારવાર અર્થે મોત
ભુજમાં આઠેક દિવસ પૂર્વે તા. 20/7ના રાત્રે રતનાલ – નિંગાળ ચોકડી પહેલાં રોડ પર લાગેલાં બેરિકેટ-ડિવાઇડર સાથે બાઇક ભટકાતાં ચાલક 19 વર્ષીય યુવાન નું ગંભીર ઇજાનાં પગલે ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આ ગંભીર અકસ્માતમાં 14 વર્ષીય કિશોરને હેમરેજ જેવી ગંભીર ઇજા પહોંચી હતી. જેનું પણ સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યાની વિગતો પદ્ધર પોલીસ મથકે જાહેર થતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી આદરી છે.