30મીથી ભારેથી અતિભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા

ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી એકવાર મેઘરાજા તોફાની બાટિંગ કરે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.આ અંગે મળતી માહિતી મુજબ   એકસાથે પાંચ  સિસ્ટમ સક્રિય બનતા 30 જુલાઈથી ભારેથી અતિભારે વરસાદનો નવો અને તીવ્ર રાઉન્ડ શરૂ થઈ શકે છે. હવામાન વિભાગે નદી કાંઠાના વિસ્તારો અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા  તથા સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.  હવામાન વિભાગના બતાવ્યા અનુસાર અપર એર સર્ક્યુલેશન, બે સક્રિય મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીમાં સક્રિય થયેલું ડીપ ડિપ્રેશન એમ કુલ પાંચ હવામાન પ્રણાલીઓની સંયુક્ત અસર ગુજરાત પર જોવા મળશે.