કચ્છ પત્રકાર સંગઠનના પત્રકાર વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા સતત પાંચમા વર્ષે ભુજમાં પંચમ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું

image

પાંચ દિવસીય આ મહોત્સવના પ્રારંભે આજે રવિવારે ગણપતિ બાપ્પાની મૂર્તિની ભવ્ય પધરામણી કરવામાં આવી હતી. ઢોલના તાલે, અબીલ-ગુલાલની છોળો વચ્ચે પત્રકાર મિત્રો ગણેશજીની મૂર્તિને ગણપતિ મંડપ સુધી લઈ આવ્યા હતા. જયઘોષ સાથે બાપ્પાની મંડપમાં પધરામણી થતાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આવતીકાલે સોમવારે સવારે 7:30 કલાકે શુભ મુહૂર્તે ગણપતિ બાપ્પાની વિધિવત સ્થાપના અને પૂજા કરવામાં આવશે. આ ગણેશ મહોત્સવની ખાસિયત માત્ર ધાર્મિક આયોજન નથી. મંડપમાં વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો… નશાબંધી અને વ્યસનમુક્તિ… પાણી બચાવો, જીવન બચાવો જેવા મહત્વના સામાજિક સંદેશાઓ પણ આપવામાં આવી રહ્યા છે સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપતા પોસ્ટરો પણ લોકોના માર્ગદર્શન માટે મૂકવામાં આવ્યા છે. ભક્તિ સાથે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો છે. 5 દિવસ દરમ્યાન દરરોજ મહાઆરતી તેમજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.