મુંદરા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂ કિં.રૂ.૫૦,૪૮૦/- સહિત કુલ્લે ૩.૬૦,૪૮૦/- ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડતી

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ.
જે સુચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબ તથા એમ.એચ.શીણોલ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને એએલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ મુંદરા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન પ્રધ્યુમનસિંહ ગોહિલનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, માણેક સુમાર બારોટ ગામ.-વવાર વાળો વડાલા ગામની સીમમાં આવેલ વાડીની બાજુમાં બાવળની ઝાડીમાં ભારતીય બનાવટનો વિદેશીદારૂના જથ્થા સાથે હાજર છે અને તે સગેવગે કરવની ફીરાકમાં છે. જે હકીકત આધારે તપાસ કરતા ઉપર મુજબની વિગતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ જેથી કાયદેસરની કાર્યવાહી કરી મુંદરા મરીન પોલીસ સ્ટેશનમાં ધી ગુજરાતપ્રોહીબીશન એક્ટની કલમ ૬૫ (એ)(ઈ) મુજબ ગુનો રજીસ્ટર કરાવી તમામ મુદ્દામાલ મુંદરા મરીન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.