ભુજમાં 276 બિયરનાં ટીન સાથે એક શખ્સ જબ્બે

image

ભુજના ભીડ નાકા બહાર ભૂતેશ્વર ફળિયાનાં એક મકાન ઉપર એલસીબીએ દરોડો પાડી 276 બિયરનાં ટીન કિ. રૂા. 1,11,628ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. મળતી માહિતી મુજબ આ કામના અન્ય ત્રણ આરોપીને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. એલસીબીની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ભૂતેશ્વર ફળિયામાં રહેતા શખ્સ તેમજ તેનો ભાઈ બહારથી ભારતીય બનાવટનો દારૂનો જથ્થો પોતાનાં ઘરે લાવી છૂટક વેચાણ કરે છે. આ બાતમીનાં આધારે દરોડો પાડતાં બિયરનાં ટીન નંગ 276 કિં રૂા. 1,11,628, એક મોબાઈલ કિ. રૂા. 5,000 એમ કુલ રૂા. 1,16,628ના મુદ્દામાલ સાથે એકને દબોચી લીધો હતો. આ બિયરનાં ટીન બે આરોપી isamo આપી ગયાનું જણાવ્યું હતું. બી-ડિવિઝન પોલીસમાં ચારે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરાવી ત્રણ આરોપીને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.