“ નર્મદા કેનાલ ઉપરના પુલો પાંચ વર્ષમાં જ જર્જરિત થાય છે અને તોડવા પડે છે.”
કચ્છ જીલ્લામાં કચ્છ કલેકટરશ્રીનું એક જાહેરનામું બહાર પડેલ છે જેમાં નર્મદા કેનાલ ઉપરના હમીરપર ગામ, વાંઢીયા તેમજ અગાઉ સુખપર લુણવા બાજુના પુલો વાહન અવર-જવર માટે બંધ કરવાની જાહેરાત કરવામાં આવેલ છે ત્યારે આ નર્મદા કેનાલના કામો માં મોટે પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે. જે સરકારી કામો મંજુર થાય ત્યારે કોઈપણ બાંધકામ સો વર્ષની મુદત સુધી સ્ટ્રક્ચર મજબૂતાઈ થી ઉભું રહેવું જોઈએ પરંતુ કચ્છ નર્મદા કેનાલ અત્યાર સુધી પૂરી કાર્યરત પણ થયેલ નથી અને માત્ર પાંચ થી છ વર્ષ ની અંદર કેનાલ ઉપરના પુલો જર્જરિત અને ભય જનક બની ગયેલ છે અને અનેક જગ્યાઓ એ જાહેરનામા બહાર પાડી અને પુલો ઉપર થી વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડેલ છે ત્યારે દેશના પ્રધાનમંત્રી વારંવાર દાવાઓ કરે છે કે હું ખાતો નથી ને ખાવા દેતો નથી પરંતુ ગુજરાતના ભાજપના નેતાઓ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે અને નર્મદા કેનાલના કામો માં મંજુર થયેલ રકમ માંથી માત્ર ૪૦ % રકમ વપરાય છે અને ૬૦ % રકમ ભાજપના કમલમ ગાંધીનગર સુધી પહોંચે છે ભાજપ સરકાર ને શરમ નહિ આવતી હોય?નર્મદા કેનાલમાં દરવર્ષે ગાબડાઓ પડે છે કેનાલો તૂટે છે જેના કારણે ખેડૂતો ને સમય સર પાણી મળતું નથી નર્મદા કેનાલ બનાવતી વખતે ઘટિયા મટીરીયલ વપરાય છે યોગ્ય માટી કામ થયેલ નથી રોલિંગ વોટરીંગ કરવામાં આવેલ નથી જેના કારણે દર વર્ષે કેનાલો તૂટે છે અને અબજો રૂપિયા ખવાય છે કચ્છના અનેક બિલ્ડીંગો માત્ર ૧૫ થી ૨૦ વર્ષ માજ જજરિત બની જાય છે અને જેને તોડવાની ફરજ પડે છે તો આના માટે જવાબદાર કોણ અત્યારે કચ્છમાં રેતી મળતી નથી જેના બદલે ચાઈના કલે માંથી નીકળતી સિલિકાઓ નો ઉપયોગ સ્લેબ અને બ્રીજો માં કરવામાં આવે છે ખરેખર જેનું ટેસ્ટીંગ થયેલ છે કે નહિ ? અને રેતીની જગ્યાએ અત્યારતે સિલિકા વપરાય છે જેની માન્યતા મળેલ છે કે કેમ ? જેની પણ કચ્છ કલેકટરશ્રી RMD પાસે તપાસ કરાવે
કચ્છમાં ભાજપના સાંસદ, ધારાસભ્યો, ભાજપના નેતાઓ, ઉદ્ઘાટનો મા તો માહિર છે પરંતુ આવા નબળા કામો માટે જવાબદાર છે કે કેમ તેનો પણ ખુલાશો કરવો જોઈએ.
ભાજપ હમેશા એવું કે છે કે જેનું ખાત મુહરત અમે કરીએ તેનું લોકાર્પણ પણ અમેજ કરીએ છીએ તેમજ અમે તો તોડવાનું કામ પણ અમેજ કરીએ છીએ તેવું બોલવું જોઈએ કારણકે આ બધું ભાજપની સરકારમાં સંભવ છે.