કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાના આદેશ થી કચ્છ જીલ્લા ના પંચાયત કોંગ્રેસ પક્ષના નેતા તરીકે રાજેશ એમ.આયર ની વરણી

WhatsApp Image 2026-07-31 at 3.23.18 PM (1)

ભુજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાના આદેશ થી કચ્છ જીલ્લા પંચાયત ના કોંગ્રેસ પક્ષના નેતા તરીકે રાજેશ એમ.આયર ની વરણી કરાઈ. રાજેશ આહીર નિરોણા જીલ્લા પંચાયત બેઠકના સદસ્ય છે. કોંગ્રેસ પક્ષના NSUI યુથ કોંગ્રેસ ની જવાબદારીઓ પણ અગાઉ પક્ષ તરફ થી મળેલ હતી નિરોણા તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય. નખત્રાણા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે તો હાલ કાર્યરત છે. પક્ષે કચ્છની જનતાના અસરકારક પ્રશ્નો નિવારણ કરવા, લોક ઉપયોગી કાર્ય અર્થે, તેમને આ જવાબદારી સોપી છે. જીલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે.હુંબલ, યજુવેન્દ્રસિંહ જાડેજા, આદમભાઈ ચાકી, નવલસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય શિવજીભાઈ આહીર, વાલજીભાઈ દનીચા, ઈબ્રાહીમ ભાઈ મંધરા, મહેશભાઈ ઠક્કર, સંતોકબેન આરેઠીયા, શાંતિલાલ સેઘાણી, મામદ જત, રામદેવસિંહ જાડેજા, ઈબ્રાહીમ કુંભાર, અશ્વિન રૂપારેલ, અનવર મંધરા, પી.સી.ગઢવી, પ્રેમસિંહ સોઢા, જીલ્લા પંચાયત સભ્ય નેહલબા સુલતાનસિંહ જાડેજા, મેઘબાઈ માનશી ગીલવા, નેહાબેન અશ્વિન રૂપારેલ, ગની કુંભાર, કલ્પનાબેન જોષી, અરજણ ભુડીયા,ભરત ઠક્કર, વિસનજીભાઈ પટેલ, રમેશદાન ગઢવી, વંકા દેવા રબારી વિગેરે કચ્છ જીલ્લાના આગેવાનો શ્રી આયરની નિમણુંક ને આવકારી હતી એવું જીલ્લા કોંગ્રેસ સમિતિની યાદી એ જણાવ્યું હતું.