મોબાઈલ મેજીસ્ટ્રેટ કોર્ટ* સમિતીમાં ભૂમિસીમાંકન (રી-સરવે) વિવાદનો હકારાત્મક નિકાલ મોજે.નાગલપર, તા. માંડવી

માંડવી તાલુકાના નાગલપર ગામના જુના સરવે નં. ૬૦/પૈકી૧ (નવા સરવે નં.૨૧૯) તથા ૬૦/પૈકી૩ (નવા સર્વે નં.૨૧૮) ના ખાતેદારશ્રીઓએ રી-સરવે પ્રમોલગેશન બાદની ક્ષતી સુધારા અંગે વાંધા અરજી કરેલ હતી. અરજદારશ્રીઓની વાંધા અરજી અન્વયે આઈ.એલ.આર. કચેરીના સરવેયર માપણી માટે જતા જુના સરવે નં. કૂબ/પૈકીય (નવા સરવે નં. ૨૨૦) ના ખાતેદાર દ્રારા કબ્જા મુંજબની માપણી માટે સહમતી આપેલ ન હતી.

ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વ્રારા તા. ૧૨/૦૩/૨૦૧૬ ના ઠરાવથી ભૂમિસીમાંકન (રી-સરવે) ના વિવાદોના ઉકેલ માટે તાલુકા કક્ષાએ મામલતદારશ્રી, ઇન્સપેક્ટર ઓફ લેન્ડ રેકર્ડશ્રી, સરવેયર, રેવન્યુ તલાટી, તલાટી કમ મંત્રી અને સરપંચ વિગેરે સભ્યોની સમિતી બનાવી નિર્ણય લેવાની + મોબાઈલ મેજીસ્ટ્રેટ કોર્ટ સમિતી “ ની કાર્યપધ્ધતી નિયત કરેલ છે. જે મુજબ સમયમર્યાદામાં હકારાત્મક નિરાકરણ લાવવા શ્રી કલેક્ટર સાહેબ, કચ્છ દ્રારા ઇન્સપેક્ટર ઓફ લેન્ડ રેકર્ડશ્રી, માંડવીને સુચના આપવામાં આવેલ.

તા. ૨૩/૦૭/૨૦૨૬ના રોજ મોબાઈલ મેજીસ્ટ્રેટ કોર્ટ સમિતી ના અધ્યક્ષ મામલતદારશ્રી, માંડવી, સભ્ય સચિવ આઈ.એલ.આર. શ્રી,માંડવી તથા મોબાઈલ મેજીસ્ટ્રેટ કોર્ટ સમિતીના તમામ સભ્યો તાલુકાના સિ.સર્વેયરશ્રી, રેવેન્યુ તલાટીશ્રી, નાગલપર ગામના સરપંચશ્રી તથા તલાટીશ્રીની સાથે જુના સરર્વે નં.૬૦ પૈકી (નવા સરવે નં. ૨૧૮, ૨૧૯, ૨૨૦) ના તમામ ખાતેદારોની હાજરીમાં સ્થળખરાઈ ખાતેદારોને તેમના પૈકી સર્વે નંબરના ક્ષેત્રફળ અને આક્રુતીમાં ફેરફાર બાબતની રજુઆતને સાંભળી, ‘રેકર્ડકીય સમજ આપી માપણી બાબતે સમજુત કરવામાં આવ્યા તથા તમામ ખાતેદારોની સહમતીથી સ્થળસ્થીતીની માપણી કરી ખાતેદારોને તેમના કબ્જામાં રહેલ ક્ષેત્રફળ બાબતે સમજુત કરવામાં આવ્યા. સ્થાનક ખાતેદારોના હયાત શેઢા મુજબના કબ્જા મુંજબના ક્ષેત્રફળ અને જુના પૈકી સરવે નંબરના ક્ષેત્રફળમાં અસાધારણ ફેરફાર આવતો હોઈ તથા તમામ ખાતેદારો કબ્જા મુંજબ ક્ષેત્રફળને કાયમ રાખવા સહમતી આપેલ ન હોઇ પરંતુ જુના ગામ નમુના નં-૭ મુંજબ ક્ષેત્રફળ માન્ય હોઇ. મોબાઈલ મેજીસ્ટ્રેટ કોર્ટ સમિતીના તમામ સભ્યો તથા તમામ પૈકી ખાતેદારોની સહમતીથી હાલ જુના ગામ નમુના-૭ નુ ક્ષેત્રફળ કાયમ કરવા તથા ભવિષ્યમાં તમામ પૈકી ખાતેદારો દ્વારા સહમતીથી હિસ્સામાપણી અરજી રજુ થયે તે મુજબ ક્ષેત્રફળ અને આક્રુતી સુધારાને પાત્ર રહેશે એ મુજબ નિર્ણય લીધેલ છે. મોબાઈલ મેજીસ્ટ્રેટ કોર્ટ સમિતીની જોગવાઈ અને શ્રી કલેક્ટર સાહેબ, કચ્છ ની સચના અન્વયે ભૂમિસીમાંકન (રી-સરવે) ના વિવાદનું હકારાત્મક નિરાકરણ થયેલ છે