પદમપુરમાં ખેડૂતના ખાતામાંથી 6.33 લાખ સેરવાયા
માંડવી તાલુકાના પદમપુરા માં કોઈ સાયબર ગઠીયાએ ખેડૂતના ખાતામાંથી જુદા જુદા ટ્રાન્ઝેક્શન કરી ટુકડે ટુકડે 6 33 986 ફેરવી લીધા હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં દરજી હતી પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ ગત જુન માસમાં ખેડૂત એવા ફરિયાદીના ખાતામાંથી જુદા જુદા ટ્રાન્જેક્શન થયા હોવાના મેસેજ આવ્યા હતા. જેમાં ટુકડે ટુકડે કુલ રૂપિયા 6 33 986 કોઈ સાયબર ચોરે ફેરવી લીધા હતા મોબાઇલમાં વધુ તપાસ કરતા તેમના ફોન પર વિવિધ કંપનીઓના ઓટીપી આવ્યા હતા પરંતુ ફરિયાદીએ કોઈ પણ ઓટીપી કોઈપણ શખ્સને આપ્યા ન હતા ત્યાર બાદ ફરિયાદી ગામમાં આવેલી બેંકની શાખામાં ગયા હતા અને ખાતું બ્લોક કરાવ્યું હતું પોતાની સાથે સાઈબર પ્લોટ થયાનો માલુમ પડતાં ભોગ બનનાર ખેડૂતે બોર્ડર સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.