પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં મોટો ફેરફાર: SP વિકાસ સુંડા દ્વારા બદલીના આદેશો જાહેર
પશ્ચિમ કચ્છ પોલીસ તંત્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પશ્ચિમ કચ્છના એસપી વિકાસ સુંડાએ પોલીસ વિભાગની કામગીરી વધુ સુદ્રઢ બનાવવા માટે પોલીસ કર્મચારીઓની બદલીના આદેશો જાહેર કર્યા છે.
કામગીરીના આધારે પોસ્ટિંગ
ઉત્કૃષ્ટ અને સંતોષકારક કામગીરી કરનારા પોલીસ કર્મચારીઓનું મૂલ્યાંકન કરીને તેમને નવી જગ્યાએ નિમણૂક આપવામાં આવી છે.
શહેર અને બોર્ડર વિસ્તારમાં ફેરબદલ:
શહેર વિસ્તારમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને બોર્ડર વિસ્તારમાં તેમજ બોર્ડર વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં બદલી કરવામાં આવી છે.
હેડક્વાર્ટરથી પોલીસ સ્ટેશનોમાં બદલી:
પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા આર્મ્ડ અને અનઆર્મ્ડ પોલીસ કર્મચારીઓને ખાલી પડેલી જગ્યાઓ ભરવા તેમજ ફિલ્ડ કામગીરી વધુ મજબૂત બનાવવા માટે વિવિધ પોલીસ સ્ટેશનોમાં મુકવામાં આવ્યા છે.