ખૈબર પખ્તૂનખ્વામાં શાંતિ-કૂચ દરમ્યાન આત્મઘાતી હુમલો : 14નાં મોત
copy image

પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમી પ્રાંત ખૈબર પખ્તૂનખ્વામાં સ્વાત જિલ્લાના કબાલ ગામમાં શાંતિ રેલી દરમ્યાન એક પોલીસ સ્ટેશનની બહાર થયેલા એક આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 14નાં મોત નિપજ્યાં હતાં, જ્યારે 20થી વધુ ગંભીર રીતે ઘવાયા હતા. પાકિસ્તાની મીડિયા મુજબ હુમલા વખતે કબાલ ચોકમાં આતંકવાદ વિરુદ્ધ શાંતિકૂચ ચાલી રહી હતી. સ્વાત જિલ્લા પોલીસ અધિકારી ઉમરખાન કે.એ કહ્યું કે, કૂચ સમયે એક યુવક પોલીસ સ્ટેશને આવ્યો હતો. પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે અંદર ઘૂસી આવ્યો અને વિસ્ફોટકથી પોતાને ઉડાવી દીધો હતો.