સરકારી આયુર્વેદ દવાખાનું.સુખપર ખાતે ઔષધીય – રોપા વિતરણ કરવા બાબત.

1 (33)

સરકારી આયુર્વેદ દવાખાના સુખપર તા:-ભુજ તરફથી દવાખાના ની આજુબાજુ ના વિસ્તાર ના લોકો ને આશા
બહેનો મારફત “એક પેડ માં કે નામ” અંતર્ગત ઔષધીય રોપાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ સુખપર
દવાખાના ના કેમ્પસ માં સુખપર ગામના સરપંચ શ્રીમતી અમરબાઈ મનજી ભાઈ ગોરસિયા ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં
આવ્યું હતું. આ પ્રસંગે ગામના અગ્રણી મનજી ભાઈ ગોરસિયા મેડીકલ ઓફિસર ડો.પવન મકરાણી ઉપસ્થિત રહ્યા હતા,
આશા બહેનો શ્રીમતી માલતીબેન ગુંસાઈ, જયશ્રી બેન ચાવડા, જ્યોતિ બેન ગોસ્વામી, હેમલતાબેન ચાવડા દ્વારા
નગોડ, લીમડો, તુલસી, લેમન ગ્રાસ, અરડૂસી વગેરે રોપાઓ નું વિતરણ કરવામાં આવ્યું. ઔષધીય રોપાઓ સરકારી
આયુર્વેદ વનસ્પતિ ઉદ્યાન રેલડી ના બી.ફાર્મ આસીસ્ટંટ શ્રી નિકુંજ ભાઈ ત્રિપાઠી દ્વારા વિના મુલ્યે પુરા પાડવામાં
આવ્યાં હતા, તેવું મેડીકલ ઓફિસર સરકારી આયુર્વેદ દવાખાના સુખપર ના મેડીકલ ઓફિસર ની યાદી માં જણાવવામાં
આવે છે.