Skip to content
પ્રોહી તેમજ જુગારના કેસો શોધવા માટે પધ્ધર પો.સ્ટે.વિસ્તારમાં પો.સ.ઇ.વી.એચ.ઝાલા તેમજ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી આધારે કુકમા ગામના મહેશ્વરી વાસમાં આવેલ વાછરાદાદાના મંદિર સામે આવેલ વાડામાં રેઇડ કરતા ગંજી પાના વડે જાહેરમાં રૂપિયાની હારજીતનો જુગાર રમતા (૧) રમજુ જુસબ સના ઉ.વ.૪૬ (૨) ત્રંબકભાઇ લખુભાઇ ચૌહાણ ઉ.વ.૬૫ (૩) સુલેમાન જાકબ ચાકી ઉ.વ.૪૯ (૪) અકબર ઇબ્રાહિમ કુરેશી ઉ.વ.૩૫ (૫) નુરમામદ ગુલમામદ ઓસમાણ સોતા ઉ.વ.૩૮ (૬) ડાયાલાલ કેશવજી મહેશ્વરી ઉ.વ.૪૪ (૭) તરૂણ કરશનભાઇ પરમાર ઉ.વ.૪૫ (૮) ભચુ અરજણભાઇ મહેશ્વરી ઉ.વ.૩૦ (૯) રમજાન જાકબ ચાકી ઉ.વ.૫૪ રહે.બધા કુકમા તા.ભુજવાળાઓને ગંજી પાના તથા રોકડા રૂપિયા રૂ.૧૮,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી લઇ તેમની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.