બે બાળકીઓને ટંકારાના એલઆરડી પોલીસકર્મી પૃથ્વી રાજ જાડેજા એંપોતાના ખંભા પર બેસાડી રેસ્ક્યુ કરી જીવ બચવતો વીડિયો વાયરલ થયો હતો.મોરબી જિલ્લા પોલીસ દ્વારા બે બાળકીને બચાવનાર બાહુબલી પોલીસ કર્મી પૃથ્વીરાજ જાડેજાનું એસપી કચેરીએ સન્માન કરાયું હતું. જેમાં મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા દ્વારા પોલીસકર્મી પૃથ્વીરાજ જાડેજાને એસપી.કચેરી એ સન્માન કરી અને પ્રશંશા પત્ર પાઠવ્યું હતું.મોરબી જિલ્લામાં આવેલા અનરાધાર વરસાદથી ટંકારાના કલ્યાણપર ગામે પાણી ભરાયા હતા. જેમાં કાંગસીયા પરિવારના ઘણા લોકો ફસાયા હતા.જેમાં બે બાળકીઓને ટંકારાના એલઆરડી પોલીસકર્મી પૃથ્વી રાજ જાડેજા એંપોતાના ખંભા પર બેસાડી રેસ્ક્યુ કરી જીવ બચવતો વીડિયો વાયરલ થયો હતો.જેમાં આ પોલીસકર્મી પૃથ્વીરાજ જાડેજાને મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતના અનેક મોટા પદાધિકારીઓ દ્વારા પ્રશંશા પાઠવામાં આવી હતી.જેમાં મોરબી વિભાગીય પોલીસ અધિકારી બન્નો જોશી, ડીવાયએસપી ચૌધરી અને ટંકારા પોલીસ મથકના પીએસઆઈ લલિતા બગડા હાજર રહ્યા હતા.