ભુજ તાલુકાના હરીપર અને રૂદ્રમાતા નોખાણીયા નજીક આવેલી ફિલ્ડ ફાયરિંગ રેન્જ પર ઓગસ્ટ માસમાં આર્મ્સ ફાયરિંગ પ્રેક્ટીસ યોજાશે

માહિતી બ્યુરો, ભુજ : ભુજ તાલુકાના હરીપર નજીક આવેલ ફિલ્ડ ફાયરીંગ રેન્જ નં. ૦૧ ઉપર 52 Med Regt (SANJOI MIRPUR) ના તાબા હેઠળ તા. ૦૫, ૧૦, ૧૪, ૧૬, ૨૦ અને ૨૫ ઓગસ્ટના રોજ (Day & Night) આર્મ્સ ફાયરિંગ પ્રેક્ટિસ યોજાશે. આ ઉપરાંત હરીપરના ફિલ્ડ ફાયરીંગ રેન્જ નં. ૦૨ ખાતે 5075 Coy ASC (Comp) ના તાબા હેઠળ તા. ૦૭ ઓગસ્ટના રોજ ફાયરિંગ પ્રેક્ટિસ યોજવામાં આવનાર છે. તેમજ, રૂદ્રમાતા નોખાણીયા ફાયરીંગ રેન્જ ઉપર 607 Garud Flight ના તાબા હેઠળ તા. ૦૬, ૧૦, ૧૧, ૧૩, ૧૭, ૧૮, ૨૦, ૨૪, ૨૫ અને ૨૭ ઓગસ્ટના રોજ (Day & Night) આર્મ્સ ફાયરીંગ યોજવામાં આવનારી છે.
          જેથી આ ફાયરિંગ રેન્જમાં કોઇપણ વ્યક્તિઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઇપણ વ્યક્તિ ફાયરિંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ફાયરિંગ પ્રેક્ટિસના લીધે કોઈપણ વ્યક્તિને કે ઢોરોને કોઇ નુકશાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યક્તિની રહેશે તેમ સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે