શિણાયમાં મકાન બાંધકામનાં નામે વિશ્વાસઘાત
copy image

ગાંધીધામના શિણાય ખાતેની સોસાયટીમાં મકાન બનાવી આપવાનાં નામે આદિપુરના એક મહિલા સાથે વિશ્વાસઘાત, છેતરપિંડી કરાતાં એક મહિલા સહિત ત્રણ લોકો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. સૂત્રો માંથી મળતી માહિતી મુજબ આદિપુરના વોર્ડ 6-એમાં રહેતા મહિલાએ આ બનાવ અંગે આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. શિણાય ખાતે આરોપી અને તેના મામા અનંતા સોસાયટીમાં પ્લોટનંબર 68, 69, 70માં એક જ મકાન અને તે પ્રમાણે જી.ડી.એ. ખાતેથી નકશો બનાવી આપવાની વાત કરી હતી અને જી.ડી.એ.માંથી નકશો પાસ કરાવી મકાન બનાવી આપવાનું કહી એકાદ કરોડ મેળવ્યા હતા. બાદમાં મકાનના કોઇ નકશા પાસ ન કરાવી ફરિયાદીને ભવિષ્યમાં જી.ડી.એ. તરફથી મોટી પેનલ્ટી ભરવાની પૂરેપૂરી શકયતાઓ રહેલી હોઈ નક્કી થયા મુજબ રૂપિયા મેળવી મકાનનું કામ બંધ કરી નાખ્યું હતું. આ બંનેને વારંવાર મળી મકાનનું કામ પૂર્ણ કરવાનું કહેતાં ગાળાગાળી કરી મહિલા તથા તેમના પતિને મારી નાખવાની ધમકી આપતા હતા તેમજ ફરિયાદી પાસે આવી ઝપાઝપી, ધક્કામુક્કી કરી ઇજાઓ પહોંચાડી હતી. વિશ્વાસઘાત, છેતરપિંડીના આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.