મુંદરામાં વીજ કર્મચારીને માર મારી ફરજમાં રુકાવટ

મુંદરામાં વીજ ચેકિંગ દરમ્યાન વીજ કર્મચારીને આરોપીએ ગાળો આપી માર મારી ફરજમાં રુકાવટ કરતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. આ અંગે મુંદરા પોલીસ મથકે, પી.જી.વી.સી.એલ.ના જુનિયર ઈજનેર સંજયભાઈ હરિલાલ સેંઘાણીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર,તેઓ તેમની ટીમ સાથે મુંદરાના કાંઠાવાળા નાકા તથા ખારવા ચોક વિસ્તારમાં વીજ ચેકિંગમાં હતા તે દરમિયાન વીજ ગ્રાહક-આરોપી ના ઘરે વીજ ચેકિંગ કરવા જતાં ગાળાગાળી સાથે ઝઘડો કરી ફરિયાદીને હાથોથી માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ફરજમાં રુકાવટ સહિતની વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી તજવીજ આદરી છે.