પૂર્વ કચ્છમાં જુગાર રમતા પાંચ મહિલા સહિત 11ની ધરપકડ

image

 પૂર્વ કચ્છમાં પોલીસે જુગાર અંગેની કરેલ બે કાર્યવાહી માં રૂા. 41,650 સાથે પાંચ મહિલા સહિત 11 લોકોની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ ગાગોદર ગામમાં ખરા વિસ્તારમાં રહેવાસિના ઘર પાસે અમુક લોકો જુગાર રમતા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે અહીં દરોડો પાડતા પાંચ મહિલા સહિત સાતની અટક કરી તેમની પાસેથી ગંજીપાના અને રોકડ રૂા. 10,200 કબજે કરાયા હતા. વધુ એક કાર્યવાહી અંજારના મોટી નાગલપર મદીના મસ્જિદ સામે શેરીમાં કરવામાં કરાઇ હતી. જ્યાં પત્તા ટીંચતા પાંચની ધરપકડ કરાઇ હતી. પકડાયેલા શખ્સો પાસેથી રોકડ રૂા. 31,450 તથા ચાર મોબાઇલ અને બે મોપેડ એમ કુલ રૂા. 1,11,450નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.