નખત્રાણા પેટ્રોલ પંપ સામે પાણીની લાઈનના ફુવારા ઉડ્યા

ભ્રષ્ટાચાર ફાટીને ધુમાડે ગયો
વારંવાર પાણીની લાઈનો ટુટતા કામ કરનાર એજન્સી નું પેમેન્ટ અટકાવવામાં આવે
નખત્રાણા પેટ્રોલ પંપ સામે પાણીની લાઈનના ફુવારા ઉડ્યા
નખત્રાણા સુરલ ભટ્ટમાં ગત નગરપાલિકાની ચૂંટણી પહેલા પાઇપલાઇન નાખવામાં આવી હતી પરંતુ વારંવાર પાઇપલાઇનમાં ફોલ્ટ થતાં નગરપાલિકા રીપેર કરવા માટે ખર્ચો કરી રહ્યું છે હજુ ચાર મહિના થયા છે અને નબળી ગુણવત્તાનાપાઇપ નાખી દેવાતા હવે અવારનવાર આ સમસ્યા સર્જાય છે આ પાણીના લાઈન માંથી સુરલભીટ વિસ્તારને કનેક્શન આપવામાં આવ્યું છે જેમાં પણ નબળો માલ વાપર્યો હોવાની ફરિયાદો ઉઠી હતી લાખો રૂપિયાનો પાઇપલાઇનનો ખર્ચો ઉપડી પણ ગયો હશે અને હવે દરરોજ લાઈનો તૂટી રહી છે ભયંકર ભ્રષ્ટાચાર કરનારા કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત કરનાર અધિકારીઓની પણ તપાસ કરવામાં આવે પેમેન્ટ પણ અટકાવવામાં આવે એવી માંગ ઉઠી છે આ તો નગરપાલિકાનો ભ્રષ્ટાચાર ફાટીને ધુમાડે ગયો હોય એવું નજરે ચડે છે