સામખિયાળી રેલવે મથકે ચાલતી ટ્રેનમાં દરવાજા પાસે ઊભેલા યુવાનના મોબાઇલની ચોરી
copy image

સામખિયાળી રેલવે મથકે ચાલતી ટ્રેનમાં દરવાજા પાસે ઊભેલા યુવાનના મોબાઇલને નીચે પાડી દઇ તેની ચોરી કરતા શખ્સ સામે ગુનો નોંધાયો હતો. આ અંગે મળતી માહિતી મુજબ વરસામેડીમાં રહેનાર ફરિયાદી અને તેની માસીનો દીકરો અજમેર દરગાહ જવા માટે આદિપુર રેલવે મથકે આવ્યા હતા. જ્યાં ભુજ બરેલી ટ્રેનમાં ચડયા હતા. આ ટ્રેન સામખિયાળી રેલવે મથકે ઊભી હતી. તે પછી ટ્રેન ચાલુ થતાં ફરિયાદી દરવાજા પર જઇને ઊભો હતો ત્યારે તેના હાથમાં રૂા. 28,000નો મોબાઇલ હતો ત્યારે 25 વર્ષીય અજાણ્યા શખ્સે પાણીની બોટલથી યુવાનનો મોબાઇલ નીચે પાડી દઇ તેની ચોરી કરી હતી. આ શખ્સે કાળા રંગનું ટી-શર્ટ પહેર્યું હોવાનું ફરિયાદમાં કહેવાયું હતું. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.