ભુજમાં વ્યાજે નાણાં લીધા બાદ વધુ વ્યાજની માગણી કરી ધાકધમકી કરતાં મામલો પોલીસ ચોપડે ચડયો

fir-2

copy image

copy image

ભુજમાં વ્યાજે નાણાં લીધા બાદ વધુ વ્યાજની માગણી કરી ધાકધમકી કરતાં મામલો પોલીસ ચોપડે ચડયો છે. આ અંગે એ-ડિવિઝન પોલીસ મથકે ધીરેન લાલજી નાકરે નોંધાવેલી ફરિયાદ અનુસાર આજથી દસેક વર્ષ પૂર્વે કાપડની દુકાનના ધંધામાં ખોટ જતાં રૂપિયાની જરૂરત હોવાથી આરોપી પાસેથી એક લાખ વ્યાજે લીધા હતા. આ બાદ વધુ નાણાંની જરૂરત પડતાં નાણાં લીધા અને આરોપી તેના ઓળખીતા પાસેથી પોતાનો 10 ટકા નફો ચડાવી માલ લેવડાવ્યો હતો. આમ કુલ્લે રૂા. 4,75,000 લીધા હતા. 2017થી નિયમિત વ્યાજ ચૂકવતાં તેનું કુલ્લ વ્યાજ રૂા. 2,46,200 પણ ચૂકવ્યું હતું. ફરિયાદીએ વધુ વ્યાજના નાણાં માગી ધાકધમકી કર્યાની વિગતો ફરિયાદમાં લખાવતાં પોલીસે નાણા ધીરધાર હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.