મૃત્યુ પછી પણ જીવંત રહ્યો માનવતાનો શ્વાસ :માધાપરના યુવાનના કિડની સાથે લિવરનું અંગદાન

માધાપરના જિજ્ઞેશભાઇ યાદવનું મગજમાં બ્લડ કલોટ થવાના કારણે ટૂંકી બીમારીમાં 43 વર્ષની ઉંમરે ભુજની કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે અવસાન થતાં પરિવારજનોની ઇચ્છાથી કિડની અને લિવરનું અંગદાન કરાયું હતું, જે અમદાવાદથી આવેલી એપોલો હોસ્પિટલની ત્રણ તબીબની ટીમે સ્વીકાર્યું હતું. માહિતી અનુસાર સદ્ગતના અંગદાન શત્રક્રિયા અંગે ડો. અરવિંદ ચંદ્રશેખરને વિગતો આપી હતી. કિડની અને લિવરને સ્વ.ના પત્ની અવનીબેન, પિતા નવીનભાઇ યાદવ, ક.ગુ.ક્ષ. સમાજના અગ્રણીઓ, હોસ્પિટલની ટીમ અને અંગદાન ચારિટેબલ ટ્રસ્ટની ટીમે પ્રાર્થના કરી અન્ય દર્દીના શરીરમાં પ્રત્યારોપણ કરવા માટે અશ્રુભીની આંખે વિદાય આપી હતી.રાત્રે 7.30 વાગ્યે કે. કે. હોસ્પિટલથી ભુજ એરપોર્ટ સુધી અંગ પહોંચાડવા માટે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર રચાયો હતો.