નખત્રાણા પાસે ગેરકાયદેસર રેતીનું ખનીજનું વહન કરતા આઇવા સીઝ

તા.૦૭/૦૮/૨૦૨૬ ના રોજ જિલ્લા કલેકટર સાહેબશ્રી, કચ્છના માર્ગદર્શન હેઠળ શ્રી પ્રાંત સાહેબશ્રી, નખત્રાણાની સુચના અનુસાર મામલતદારશ્રી નખત્રાણા અને તેમની ટીમ દ્વારા રાતના .૦૮:૨૯ કલાકે નવાવાસ ગેટ-બસ સ્ટેન્ડ પાસે, નખત્રાણા થી પસાર થતી રેતી ખનીજ વહન કરતા આઇવા ટ્રક ન. GJ-12-CV-0422 ને રોકવામાં આવી, પુછપરછ કરતા દેવીસર નદી ઉપરથી ભરવામાં આવેલ છે અને નખત્રાણા ખાતે લઇ આવવામાં આવેલ હોવાનું ડ્રાઇવર દ્વારા જણાવેલ.વધુમાં રોયલ્ટી પરમીટ નું પુછતા પરમીટ ન હોવાનું જણાવેલ જેથી આ વાહનનું વજન કરાવતા કાંટાની વિગતો ચકાસતા ૩૬.૯૧ મે.ટન રેતીનું રોયલ્ટી પાસ વિના ગેરકાયદેસર પરિવહન કરેલ હોવાનું જણાાઈ આવતા જપ્તીની કાર્યવાહી કરેલ ગેરકાયદેસર ખનીજ તથા ટ્રકની અંદાજીત કીંમત રૂ.૪૧,૮૪.૫૫૦/- નો સિઝ કરી નખત્રાણા પોલીસ સ્ટેશનને કબ્જો સુપ્રત કરવામાં આવેલ.