ભુજ અને નલિયામાં ગાંજા સાથે ઈસમો ઝડપાયા

ભુજ તેમજ નલિયામાં માદક પદાર્થ ગાંજા સાથે શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતા. સૂત્રો પરથી મળતી માહિતી રાતે ભુજ બી-ડિવિઝન પોલીસને બાતમી મળી હતી. કે, એક્ટિવાની ડીકીમાં ગાંજાનો જથ્થો રાખી ન્યૂ સ્ટેશન રોડથી શાત્રીનગર જતા રોડ પર વેચાણ કરવા ફરે છે. આ બાતમીના પગલે પોલીસ એ કિં.રૂ. 50 હજાર,  ગાંજો 158.5 ગ્રામ કિં.રૂ. 7925 અને એક મોબાઈલ કિં.રૂ.5000 તેમજ રોકડા રૂા. 920 એમ કુલ રૂા. 63,845ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ ગાંજો તેણે ભુજમાં પ્રિન્સ રેસિડેન્સી શખ્સ પાસેથી લીધો હોવાનું જણાવ્યું હતું. પોલીસે બન્ને વિરુદ્ધ એનડીપીએસ એકટ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. બીજી તરફ ગઈકાલે નલિયા પોલીસે બાતમીના આધારે નલિયા-તેરા ધોરિમાર્ગ પર શિવ પેટ્રોલપંપ પાસેથી માદક પદાર્થ ગાંજો 40.43 ગ્રામ કિં.રૂા. 2,011, એક બાઈક કિં.રૂા.45 હજાર અને એક મોબાઈલ કિં.રૂા. 6000ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.