હવે એફસીઆરએ અને સીમાંકન મુદ્દે સંસદ ગાજશે

image

સંસદનાં ચોમાસુ સત્રમાં ત્રીજુ અઠવાડિયું પણ સરકાર અને વિપક્ષ વચ્ચે મડાગાંઠમાં સમાપ્ત થઈ ગયું.મળતી માહિતી મુજબ જો કે, સરકારે આ દરમિયાન પણ અનેક મહત્ત્વના વિધેયકોને પસાર કરાવી લીધા છે અને હવે બધાની નજર બે ખરડા ઉપર અટકેલી છે. આમાં સીમાંકન અને મહિલા આરક્ષણ માટે બંધારણ સુધારા વિધેયક અને વિદેશી ભંડોળ અંગે એફસીઆરએ સુધારા વિધેયકનો સમાવેશ થાય છે. એ માટે સરકાર પાસે હવે ફક્ત બે અઠવાડિયાનો સમય બચેલો છે. સરકારે આના માટે પોતાના તમામ સાંસદોને ગૃહમાં હાજર રહેવાની સૂચના આપી છે. જ્યારે કોંગ્રેસે પણ પોતાના સાંસદો માટે ત્રણ દિવસનો વ્હિપ જારી કર્યો છે, ત્યારે આગામી સપ્તાહ પણ રાજકીય ગરમીભર્યું બની રહેશે. એફસીઆરએ અને સીમાંકન વિધેયક માટે કોંગ્રેસ અને સરકાર વચ્ચે ટકરાવ પેદા થયેલો છે. .