ચીલ ઝડપના બનાવમાં શખ્સના જામીન નકારી દેવાયા:અંજાર

અંજારમાં મહિલા પાસેથી ચેઇનની ચીલ ઝડપના બનાવમાં પકડાયેલા શખ્સે જામીન પર છૂટવા અરજી કરતાં ન્યાયાલયએ તેની અરજી નકારી દીધી હતી. અંજારની મિથિલાનગરીમાં રહેનાર જંગલેશ્વર મહાદેવનાં દર્શન કરવા જઇ રહ્યા હતા અને માધવબાગ સોસાયટી પાસે પહોંચ્યા હતા ત્યારે બાઇક પર આવેલા ત્રણ આરોપીઓ પૈકીના શખ્સે ચેઇનની ચીલઝડપ કરી ત્રણેય નાસી ગયા હતા. બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીઓને પકડી પાડયા હતા. પકડાયેલા પૈકીના શખ્સે જામીન પર છૂટવા કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં નિર્ણય લેતી વખતે ન્યાયાધીશએ પ્રકરણ લૂંટના કેસને આકર્ષિત કરતું હોઈ તે બાબતે છણાવટભર્યો વિગતવારનો હુકમ કરી આ આરોપીના જામીન રદ કર્યા હતા. આ કેસમાં સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ આશિષકુમાર પી. પંડયાએ હાજર રહી ધારદાર દલીલો કરી હતી.