કોઈને ચિંતાની કોઈ જરૂર નથી, હું સાથે છું : મોદી

પીએમ નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના શિવસેના સાંસદો અને એનસીપીઆઈ સાંસદો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ સાંસદોને આગ્રહ કર્યો હતો કે તેઓ ચર્ચાનો હિસ્સો બને. કોઈ પણ સાંસદે ચિંતા કરવાની જરૂર નથી. હું સાથે જ છું. એનડીએ એક પરિવાર છે. થોડા દિવસ પહેલા પીએમ મોદીએ રાજ્યસભાના નવા ચૂંટાયેલા એનડીએ સાંસદો સાથે પણ મુલાકાત લીધી હતી. પીએમ મોદીએ એનસીપી અને શિવસેના સાંસદો સાથે બેઠક દરમિયાન જણાવ્યું હતું કે, એનડીએ એક પરિવાર છે. પીએમ મોદીએ સાંસદોને અપીલ કરી હતી કે સંસદનો ઈતિહાસ વાંચે, સમજે અને તેણે જાણે.વધુમાં સંસદમાં રહેલી વાંચવાની સામગ્રીઓને લઈને તેનો ચર્ચા દરમિયાન ઉપયોગ કરવામાં આવે. વધુમાં પોતપોતાના રાજ્યો માટે વિકાસના કામો કરવા પણ જણાવ્યું હતું. પીએમ મોદી સાથેની બેઠકમાં શિવસેનાના સાત, એનસીપીઆઈના 20, એનસીપીના બે સહિત કુલ 45 સાંસદ સામેલ થયા હતા.